મારાજ પરિવારે જીવદયાનો સંદેશ આપ્યો, સમાજને નવી રાહ ચીંધી, જાગૃતિ લાવવા અનોખી પહેલ

મિલન કુવાડિયા
સામાન્ય રીતે લગ્નના નિમંત્રણ માટે બનાવાતી કંકોત્રીમાં હજારો રૂપિયાનો ખર્ચ કરીને તૈયાર કરવામાં આવતી હોય છે પરંતુ વલભીપુરના દેવમોરારી પરિવારે પરિવારે પોતાના દીકરાના લગ્નમાં કંકોત્રી જેવા પોસ્ટ કાર્ડ અનોખી રીતે તૈયાર કરાવ્યા છે અને કંકોત્રીનો ખર્ચ બચાવી ગાયોના ઘાસચારામાં આપવાની જાહેરાત કરવામાં આવી છે આ કંકોત્રી રૂપી પોસ્ટ કાર્ડ કલાકાર દિલુભાઈ ગઢવી સહિત પરિવારના સગાસંબંધીઓ પણ સરાહનીય પગલું ગણાવી રહ્યાં છે.

વલભીપુર ગામના દેવમોરારી પરિવારના રિકુંજના લગ્ન તા ૧૬ ફેબ્રુઆરી અને રવિવારે યોજાનારા છે આ પ્રસંગે વિશેષ આમંત્રણ માટેનો કંકોત્રી ખર્ચ ૭૦ હજારનો થતો હતો જેમાં પરિવારે કંકોત્રી ખર્ચ બચાવી સગા સબંધીઓને આમંત્રણ માટે પોસ્ટ કાર્ડ છપાવીને પરિવારના સભ્યોએ ૭૦ હજાર જેવા કંકોત્રી ખર્ચને ગાયોના ઘાસચારામાં આપીને સમાજને નવી રાહચીંધી છે ઉપરાંત પરિવાર લોકડાયરાનું આયોજન કરાયું છે.

જેમાં પણ જે કઈ અનુદાન આવે તે પણ ગૌશાળામાં આપવામાં આવશે અને લગ્નપ્રસંગે ભોજન સમારંભમાં ચાંદલા રૂપે રોકડ રકમ પણ ગૌશાળામાં આપવામાં આવશે ત્યારે મારાજ પરિવારે સમાજને નવી રાહચીંધી છે જે કલાકાર દિલુભાઈ ગઠવી સહિતે સગ્ગા સબંધીઓએ બિરદાવી છે અને આ પહેલને શંખનાદ પણ આવકારીને રિકુંજભાઈને શુભેચ્છાઓ પાઠવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here