વલ્લભીપુર જે કે હોટલ વાળા સ્વ ધ્રુવરાજસિંહ ચૌહાણની પાંચમી પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પ બાળકોને બટુક ભોજન અને શૈક્ષણિક કીટ આપવામાં આવી

બ્રિજેશ ગૌસ્વામી
વલ્લભીપુરના મયુરસિંહ ચૌહાણ (JK હોટેલ) ના પુત્ર સ્વ. “ધ્રુવરાજસિંહ” ચૌહાણ ની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે જે.કે હોટલ પરિવાર દ્વારા થેલેસેમિયા ના દર્દી બાળકો ના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ભાવનગર સરટી હોસ્પિટલ અને બ્લડ બેન્ક દ્વારા આજે JK હોટેલ નવાગામ ના ઢાળ ખાતે યોજવામાં આવેલ આ રકતદાન કેમ્પ માં મિત્રો, સ્નેહીઓ, સ્વજનોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી સદગતને સાચી સ્મરણાંજલિ પાઠવી.

જે.કે હોટલ, નવાગામ ઢાળ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં અનાથ આશ્રમ ના બાળકો ને ભાવતું બટુક ભોજન કરાવી બાળકોને અભ્યાસ માં કામ આવે તેવી કીટ, વોટર બેગ તેમજ નાસ્તા ની કિટો આપવામાં આવી આજની આ પુણ્યતિથિ નિમિત્તે કાનપુર બાલા આશ્રમ મહંતશ્રી હરિઓમ શરણદાસજી એ હાજર રહી આશીર્વચન આપેલ, સાથે ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, જિલ્લા ઉપાધ્યક્ષ મુકેશભાઈ લંગાલિયા, મહામંત્રી દિલીપભાઈ શેટા, કોંગ્રેસ અગ્રણી પ્રભાતસિંહ વેગડ, સહિત સમાજ અગ્રણીઓ એ હાજર રહી આશીર્વાદ પાઠવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here