કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વલ્લભીપુર પછેગામ પાટી ચમારડી વિસ્તારોમાં પોલીસ અધિકારી શક્તિસિંહ ઝાલા અને ટિમનું અર્ધ લશ્કરી દળોનું ફ્લેગમાર્ચ


સલીમ બરફવાળા
ઉમરાળા ગઢડા વિધાનસભાની પેટાચૂંટણીને લઈને રાજકીય પક્ષો પ્રચારમાં લાગી ગયા છે ત્યારે પોલીસે પણ કાયદો વ્યવસ્થા જળવાય રહે અને મતદારો નિર્ભય બનીને મતદાન કરે એ માટેની તૈયારી શરૂ કરી છે. જેનાં ભાગરૂપે આજે શુક્રવારે વલ્લભીપુર વિસ્તારોમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીને ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે ચૂંટણીને લઈ ગઢડા બેઠકની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે હેતુથી વલ્લભીપુર પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે મુજબના પગલા ભરાઈ રહ્યા છે. વલ્લભીપુરના ચમારડી પછેગામ પાટી સહિતના જાહેર સ્થળોએ અર્ધ લશ્કરી દળો સાથે પોલીસે ફ્લેગ માર્ચનું આયોજન હાથ ધરવામાં આવ્યું. હતું.

વલ્લભીપુર પોલીસ અધિકારી શક્તિસિંહ ઝાલા સાથે સીઆઈએસએફ કંપનીનાં જવાનો, પોલીસ, હોમગાર્ડ અને જી.આર.ડીનાં જવાનો દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. શક્તિસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે રેન્જ આઈજી અશોક કુમાર યાદવ જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોર અને ડીવાયએસપી જાડેજાના નેતૃત્વ હેઠળ 3 નવેમ્બરે શાંતિપૂર્ણ માહોલમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાઇ અને કાયદો વ્યવસ્થા જળવાઈ તે માટે ફ્લેગમાર્ચનું આયોજન કરાયું હતું. ફ્લેગમાર્ચ સાથે વાહન ચેકીંગ સહિત કામગીરી હાથ ધરવામાં આવી હતી સમગ્ર વિધાનસભા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ તંત્ર ખુબ જ સતર્કતા પુર્વક કામગીરી કરી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here