વલ્લભીપુર પંથકમાં સગીર દીકરી પર દુષ્કર્મ આચરનાર સગ્ગો બાપ પોલીસની હીરાસતમાં, ચોમેરથી ફિટકાર


બ્રિજેશ ગૌસ્વામી
પિતા અને પુત્રીનો સંબંધ સૌથી પવિત્ર ગણાયો છે બાપ માટે દિકરી આંખના તારા સમાન હોય છે પરંતુ આ ઘોર કળિયુગમાં પિતા-પુત્રીના પાવન બંધનને લાંછન લગાડે તેવો કિસ્સો વલભીપુર પંથકમાં સામે આવ્યો છે સમગ્ર દેશમાં બળાત્કારની ઘટતી ઘટનાઓએ ખળભળાટ મચાવી દીધો છે. થોડા સમય પૂર્વે હાથરસ અને ગુજરાતના જામનગરમાં બનેલી ધૃણાસ્પદ ઘટનાના પગલે ભારે ચકચાર મચી હતી ત્યાં વલભીપુર પંથકમાં વધુ એક ધૃણાસ્પદ ઘટના સામે આવી હતી માત્ર ૧૪ વર્ષીય બાળકી સાથે પોતાના પિતાએ અવાર-નવાર દુષ્કર્મ આચર્યું હતું જેના પગલે બાળકી સગર્ભા બનતા સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો હતો અને મામલો પોલીસ મથક પહોંચતા દુષ્કર્મી શખસ સામે ફરિયાદ નોંધાવા પામી હતી.

વલભીપુર પંથકમાં માનવતા શર્મશાર કરતી ઘટના બહાર આવી છે જેમાં પિતા પુત્રીને લાંછન લગાડતો કિસ્સો બહાર આવ્યો છે જેમાં સગા બાપે પોતાની હવસનો શીકાર તેની સગી દિકરીને બનાવી તેની સાથે અવાર-નવાર દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવી દિધાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવાઇ હતી ફરિયાદના પગલે પોતાના બાપની સામે ચોમેરથી ફિટકાર વરસી રહ્યો છે સમગ્ર ઘટનામાં વલ્લભીપુર પોલીસના અધિકારી શક્તિસિંહ ઝાલા અને ટીમે ગણતરીની કલાકોમાં આરોપીને ગિરફ્તાર કરીને લોકઅપ પાછળ ધકેલી દીધો છે પિતૃત્વ લજવનાર બાપ આખરે પોલીસના હાથે ગિરફ્તાર થયો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here