દલિત અગ્રણી જીગ્નેશ મેવાણી દ્વારા અપાયેલી ચીમકી બાદ ગઈકાલે વલભીપુર વહીવટી તંત્રના પ્રોબેશનલ નાયબ કલેકટર રાજેશ ચૌહાણ અને ટીમે સ્થળ પર તપાસ કર્તા જમીન એકદમ ખુલ્લી છે કોઈ વાદ વિવાદો નથી..

આજે અહીંના લાભાર્થી અને દલિત આગેવાને કહ્યું તંત્રનો પૂરો સહકાર મળ્યો છે કોઈ ઈશ્યુ નથી હાલમાં યોગ્ય કાર્યવાહી થઈ રહી છે..લાભાર્થીએ કહ્યું અમને કોઈ સમસ્યા નથી કે ઈશ્યુ નથી

નિલેશ આહીર..બ્રિજેશ ગૌસ્વામી

બે દિવસ પહેલા ધારાસભ્ય અને યુવા દલિત નેતા જીગ્નેશ મેવાણી ભાવનગર જિલ્લાની મુલાકાતે હતા સિહોર સાથે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મુલાકાત લીધી હતી તેમજ રાજ્ય સરકાર ને દલિતોના હક્કની અને વર્ષો પહેલા ફાળવેલી જમીનો કે જેના પર આજે પણ માથાભારે લોકોનો કબજો છે તેવી રાજ્યના ૬ અલગ અલગ જીલ્લાના ૬ ગામોની જમીનો ૬ ડીસેમ્બરના રોજ કબ્જા હક્ક લઈશું અને કબજો નહિ મળે તો જોવાજેવી થશે તેવો હુંકાર સરકાર સામે ભર્યો હતો.

આવતીકાલે જિલ્લાના વલ્લભીપુરના જાળીયા ગામે ફાળવાયેલી સાથળીની જમીનના કબ્જા માટેની જાહેરાત કરવામાં આવી હતી જોકે ગઈકાલે વલભીપુરના વહીવટી તંત્રના પ્રો.ના.કલેકટર રાજેશ ચૌહાણ વલભીપુર મામલતદાર પોલીસ સાથે જાળીયા ગામે સ્થળ તપાસ કરતા અહીં ફાળવાયેલી જગ્યાઓ એકદમ ખાલી છે કોઈ પણ પ્રકારનો કોઈ વ્યક્તિઓનો કબ્જો છે નહીં..આજે વહીવટી તંત્ર સાથે દલિત અગ્રણી અને લાભાર્થીઓએ એવું કહ્યું છે કે અહીં કોઈ પણ પ્રકારનું જગ્યાઓમાં દબાણ થયું નથી અન્ય કોઈ ઈશ્યુ છે નહીં પ્રો.ના.કલેકટરશ્રી રાજેશ ચૌહાણનું પણ કહેવું છે જમીનના કબ્જા માટે કોઈ પણ લાભાર્થીને તકલીફ હોઈ તો વહીવટી તંત્ર એમના સાથે છે ઉલ્લેખનીય છે કે અહીં સાત જેટલા લાભાર્થીઓને જમીન ફાળવવામાં આવી છે

સીધીવાત..

જાળીયા ગામે જે સાથળી જમીન બાબતે અહેવાલો પ્રસિદ્ધ થયેલા જેના અનુસંધાને ગઈકાલે જાળીયા ગામની રૂબરૂ મુલાકાત વહીવટી તંત્રએ લીધી હતી અને ગામના લોકો સાથે ચર્ચા કરવામાં આવી હતી જેટલા પણ સાથળીના કબ્જેદારો છે એ લોકો સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી અને લાભાર્થીઓને સાથે રાખીને આજે ફરી જાળીયા ગામની રૂબરૂ મુલાકાત લેવામાં આવી છે જગ્યા પર હાલ કોઈ પણ પ્રકારનો કબ્જો નથી ફાળવેલ જગ્યાઓ ખાલી છે અને જેતે સમયે લાભાર્થીઓને સનત પણ આપવામાં આવી છે અને કબ્જો પણ ગમે ત્યારે મેળવી શકે છે અને લાભાર્થીને કબ્જો મેળવવામાં જો કોઈ પણ પ્રકારનું વિઘ્ન હોઈ તો વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર એમના સાથે છે
– પ્રો.ના. કલેકટર રાજેશ ચૌહાણ વલભીપુર


જાળીયા ગામે સાત લોકોને સાથળીમાં જમીનો આપેલી છે અત્યારે અમે સ્થળ પર આવેલા છીએ હાલમાં જમીનમાં જે બાવળો છે તે કાઢવાનું કામ શરૂ છે સરકારી તંત્રનો પૂરો સહકાર આ કામોમાં મળી રહ્યો છે હાલમાં માંપણી શરૂ છે આમાં કોઈ ઈશ્યુ ઉભો થાય તેવો પ્રશ્ન નથી હાલમાં યોગ્ય કાર્યવાહી થઈ રહી છે
– અરવિંદભાઈ મકવાણા દલિત અગ્રણી


આ પ્રશ્નને ગામના લોકોએ સાથે રહીને હલ કરી દીધો છે અને સાથળીની જમીન મળી છે તેમા હું પણ લાભાર્થી છું અમને રાજીખુશી અમારો કબ્જો સોંપી આપ્યો છે
– લાભાર્થી ધમાભાઈ જાળીયા ગામ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here