વાળુકડ પીએચસી સેન્ટર ખાતે સત્યનારાયણ દેવની કથાનું આયોજન


બ્રિજેશ ગૌસ્વામી
પાલીતાણાના વાળુકડ ગામ ખાતે આવેલ પીએચસી કેન્દ્રમાં ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના લોકડાઉન દરમ્યાન આજ દિવસ સુધી આ સેન્ટરના એક પણ કર્મચારીઓ ને કોવિડ પોઝિટિવ નહિ આવતા અહીંના સ્ટાફ દ્વારા ભગવાન સત્યનારાયણની કથા પૂજન કરીને ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા. અહીં સ્ટાફ દ્વારા સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને કથાનું પૂજન કર્યું હતું. અહીં મેડિકલ ઓફિસર ડો.એચ.કે.ચૌહાણ, સુપરવાઈઝર એમ.પી. ખોડીફાડ, આર.જી.પાઠક, તેમજ તમામ વિભાગના ભાઈઓ બહેનો તેમજ તમામ સ્ટાફ હાજર રહીને કથામાં જોડાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here