વાળુંકડ માધ્યમિક શાળાની બસમાંથી વિદ્યાર્થીની ફંગોળાઈ, ચાલુ બસે વિદ્યાર્થીની ફંગોળાઈ જતા ઘટના સ્થળે નીપજ્યું મોત.

બે દિવસ પહેલાજ દાગીના વહેચી બસની ફી ભરી હતી પિતાએ, પરિવારમાં શોક છવાયો,

સલીમ બરફવાળા
ભાવનગરના વાળુંકડ માધ્યમિક શાળાની બસ ના ચાલકે બેફીકારાય થી શાળાની બસ ચલાવતા બસમાં રહેલી એક વિદ્યાર્થીની બસની બહાર ફંગોળાઈ હતી અને તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. આ બનાવના પગલે ભારે ચકચાર મચી છે. આજે વહેલી સવારે સર્જાયેલા અકસ્માતને લઇ ભારે ચકચાર મચી છે. ભાવનગરના વાળુંકડ માધ્યમિક શાળાની બસ નં.જીજે-૦૪-વી-૧૧૭૯ કે જેમાં નિયત ક્રમ મુજબ આજુબાજુના વિવિધ ગામોમાંથી શાળાના વિધ્યાર્થીનોને લાવવામાં આવી રહ્યા હતા.

ત્યારે સોડવદરા ગામ નજીક બસના ચાલકે બેફીકારાય ચલાવતા બસમાં રહેલી તુલસી ચૌહાણ નામની સોડવદરા ગામની ધોરણ ૯ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બસની બહાર ફંગોળાઈ ગઈ હતી અને તેનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવની જાન વિદ્યાર્થીનીના પરિવારને જાણ કરતા તેના પર આભ ફાટી પડ્યું હતું અને તેમની વેદના વ્યક્ત કરતા કહ્યું કે તેમની પાસે તેમની દીકરી શાળાની બસમાં અપડાઉન કરી શકે તેની ફી ના રૂ. ભરવાના બાકી હોય જેથી બે દિવસ પહેલાજ તેમને પોતાના સોનાના દાગીના વહેચી તેમાંથી બસ ની ફી ભરી હતી અને આજે શાળાએ જતી સમયે તેમના ગામ થી બે કિમી દુર આ અકસ્માત સર્જાયો હતો.

જેમાં શાળા સંચાલકોની ઘોર બેદરકારી સામે છે જેને લઈ ચકચાર મચી છે. આ બનાવ સવારે ૭ થી ૮ ના સમયગાળામાં બનવા પામ્યો હોય જેથી વરતેજ પોલીસ કાફલો ત્યાં દોડી ગયો હતો જયારે લાશને વરતેજ સરકારી દવાખાને ખસેડી આ બનાવમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવના પગલે પરિવારમાં માતમ છવાય ગયું હતું જયારે આખરે પરિજનોએ તેની વહાલસોયી દીકરીને આખરી વિદાય આપી હતી જેમાં પરિવારની સાથે ગામ પણ હિબકે ચડ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here