ગઇકાલે જનધન કાર્ડ મળ્યા હતા, આજે બીજા દિવસે ખેડૂત આગેવાન ઘનશાયમભાઈ મોરી અને વરલ ગામના સરપંચ અને લોકોનું ટોળું વરલ બેન્ક શાખાએ દોડી ગયું, લોકોમાં અનેક શંકાઓ ઉપજી રહી છે

બ્રિજેશ ગૌસ્વામી : હરેશ પવાર
સિહોરના વરલ ગામે સીધી પ્રધાનમંત્રી સાથે જોડાયેલી જનધન યોજનાના એટીએમ કાર્ડનો જથ્થો બિનવારસી મળી આવતા બહુ મોટા કૌભાંડની આશંકાઓ સેવાઈ રહી છે આજે બીજા દિવસે ગુજરાત કિસાન સંઘના પ્રમુખ ઘનશ્યામ મોરી અને વરલ ગામના સરપંચ વરલ બેન્ક શાખાએ દોડી ગયા હતા અને લોકોએ હોબાળો મચાવ્યો હતો અને કાર્ડ મળવાના મામલે લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે ત્યારે કોઈ મોટી ગેરરીટી સામે આવે તેવી શંકાઓ સેવાઈ રહી છે ગઈકાલે સિહોરના વરલ ગામેથી આવેલ અવાવરું જગ્યામાં આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમ કાર્ડ અને ચેકબુકો કચરાના ઢગલામાંથી મળી આવતા ભારે ચર્ચા જાગી છે.

અવાવરૂ જગ્યામાં મોટી સંખ્યામાં આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમ કાર્ડ અને ચેકબુકો પડી હોવાની ગ્રામ્યજનોને જાણ થતા લોકો દોડી ગયા હતા અને કચરાના ઢગલામાંથી પોતાના નામના એટીએમ ગોતવા લાગ્યા હતા.બેંકના એટીએમ કાર્ડ અને ચેકબુકો કચરાના ઢગલામાં કઈ રીતે પહોંચ્યા? તે અંગે ભારે ચર્ચા જાગી છે આજે બીજા દિવસે ખેડૂત આગેવાન અગ્રણી અને કિસાન નેતા ઘનશ્યામ મોરી વરલ ગામે દોડી ગયા હતા જેઓએ ગરીબ લોકો સાથે મોટું કૌભાંડ થયાની શંકા વ્યક્ત કરી છે ત્યારે પ્રધાનમંત્રી સાથે સીધી જોડાયેલી યોજનાના કાર્ડ કચરા માંથી મળે તે બાબત અતિ ગંભીર કહી શકાય અને લોકોમાં પણ આ બાબતે અનેક શંકાઓ ઉપજી રહી છે ત્યારે ઉચ્સ્તરેથી તપાસ થાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here