ભાવનગર જિલ્લા યુવા મોર્ચા દ્વારા ભવ્ય રક્તદાન શિબિર યોજાઈ

હરેશ પવાર
માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૦માં જન્મદિવસ પ્રસંગને ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા સપ્તાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. સેવા સપ્તાહમાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ દ્વારા માનનીય વડાપ્રધાન મોદીજીના જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભાવનગર જિલ્લા યુવા મોર્ચા દ્વારા વરતેજ ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં યુવાનો દ્વારા મોટી સંખ્યામાં રક્તદાન કરવામાં આવ્યું હતું. અહીં રક્તદાન શિબિરમાં ૧૦૮ બોટલ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here