જળ સંચયના કાર્યોને વેગ મળશે

આ અભિયાન હેઠળ જળ સંચય અને જળ સંગ્રહના વિવિધ કામો હાથ ધરવામાં આવશે, જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આશરે રૂ. 1,764 લાખના 667 કામો હાથ ધરવામાં આવશે

મિલન કુવાડિયા
ભાવનગર જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા ચરણનો વરતેજ ખાતે આવેલી માલેસરી નદી, મેલડી માતાના મંદિર પાસે, સોળવદરા રોડ ખાતેથી શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી આવતીકાલે શનિવારે સવારે 9 કલાકે શુભારંભ કરાવશે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ, સ્થાનિક ધારાસભ્યો, પદાધિકારીઓ, કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા સહિતના જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ છેલ્લા ચાર વર્ષમાં મળેલી સફળતાને આગળ ધપાવતા ચાલુ વર્ષે સમગ્ર રાજ્યમાં આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ જળ સંચય અને જળ સંગ્રહના વિવિધ કામો હાથ ધરવામાં આવશે.

જેનાં પાછલાં વર્ષોમાં ખૂબ સારા અને સકારાત્મક પરિણામો મળ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અભિયાન હેઠળ ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કાંસ સફાઈ, તળાવ ઊંડા કરવા, જમીન પાળા, ખેત તલાવડી, ચેકડેમ, કેનાલ ડિસિલ્ટિંગના આશરે રૂ. 1,764 લાખના કુલ 667 કામો હાથ ધરવામાં આવશે. ભાવનગર જિલ્લામાં જળસંપતિ વિભાગ, નગરપાલિકાઓ, વન અને પર્યાવરણ વિભાગ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગા હેઠળ વિવિધ જળ સંચયના કામો હાથ ધરવામાં આવશે. આ અભિયાન દરમિયાન કાંસ સફાઈ, તળાવ ઊંડા કરવા, જમીન પાળા, ખેત તલાવડી, ચેકડેમ, કેનાલ ડિસિલ્ટિંગના કામો હાથ ધરવામાં આવશે. જિલ્લામાં જળ સંચય, જળ સંગ્રહના કામો હાથ ધરાતાં જળ સંચય થતાં ભૂગર્ભ જળ ઊંચા આવશે. આ ઉપરાંત સ્થાનિક રોજગારીનું પણ સર્જન થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here