મસમોટા ખાડાઓના કારણે વાહનચાલકો ભારે પરેશાન, આ માર્ગ ઘોઘા અને અલંગ જવા આવવા માટે ખુબ મહત્વ નો છે, આગામી સમયમાં આ બાયપાસનું જોડાણ ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે સાથે પણ કરવામાં આવનાર છે.

મિલન કુવાડિયા
સિહોર ભાવનગર વચાળે આવેલ વરતેજ-બુધેલનો બાયપાસ માર્ગ હાલ અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. અમદાવાદ-રાજકોટ જેવા શહેરોમાંથી અલંગ તરફ જવા-આવવા કે પછી આ શહેરોમાંથી ઘોઘા-હજીરા રો-રો ફેરી સર્વિસમાં જવા આવવા માટે ઘોઘા તરફનો મુખ્ય માર્ગને જોડતો આ બાયપાસ કે જ્યાંથી રોજના હજારો વાહનો પસાર થાય છે. આગામી સમયમાં આ માર્ગને ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે સાથે પણ જોડાણ કરી દેવામાં આવનાર છે એવા આ માર્ગને તાકીદે દુરસ્ત કરવા લોકમાંગ ઉઠી છે.

રાજ્ય અને કેન્દ્ર સરકાર નેશનલ અને સ્ટેટ હાઈવેનું નિર્માણ કરી માર્ગ પરિવહન વ્યવસ્થાને વધુ સુગમ અને સરળ બનાવવા કરોડો રૂ.નો ખર્ચ કરી રહી છે. પરંતુ રોડ બનાવવામાં કોન્ટ્રકટ પદ્ધતિને લઇ તેમાં થતી નબળી કામગીરી અંગે પુરતું ધ્યાન કેન્દ્રિત ના કરવામાં આવતું હોય જેના કારણે પ્રજાના ટેક્ષના કરોડો રૂ. પાણીમાં જાય છે. આવું જ જોવા મળી રહ્યું છે રાજકોટ-અમદાવાદ-અમરેલી-જુનાગઢ જેવા શહેરોમાંથી ભાવનગર થઇ અને ઘોઘા રો રો ફેરી સર્વિસ કે અલંગ જવા માટે જરૂરી એવા વરતેજ-સીદસર બાયપાસ માર્ગ પર કે જે રોડ પર વાહનો નીકળતાની સાથેજ વાહનોની અંદર બેસેલા લોકો બ્રેક્ડાન્સ કરવા લાગે છે.

મસમોટા ખાડા અને તૂટી ગયેલા આ બાયપાસ પર પાથરેલી મેટલ પણ ધોવાણ થઇ જતા આ માર્ગની હાલત અતિ બિસ્માર બની છે.આપ આ માર્ગ પરથી પસાર થતા વાહનોના દ્રશ્યો જોઇને અંદાજ લગાવી શકશો કે આ માર્ગની સ્થિતિ શું છે. આ બાયપાસ ભારેખમ વાહનોથી એટલો વ્યસ્ત રહે છે કે નાના વાહનો ને આ માર્ગ પર ચાલવું એટલે અકસ્માત કે નુકશાની સહન કરવા સમાન બની ગયો છે જયારે મોટા તોતિંગ વાહનોને પણ આ માર્ગના ખાડા બાધારૂપ બની રહ્યા છે. રોડમાં થયેલી નબળી કામગીરી આ માટે જવાબદાર હોય ત્યારે જયારે આગામી સમયમાં આ બાયપાસ ને ભાવનગર- સોમનાથ નેશનલ હાઈવે સાથે જોડવામાં આવનાર હોય અને અલંગ-ઘોઘા સહિતના વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા સ્થાનો પર જવા તેનો ઉપયોગ થતો હોય

ત્યારે તાકીદે આ માર્ગને વહેલી તકે બનાવામાં આવે તેવી માંગ ઉઠી છે. વરતેજ-બુધેલ બાયપાસને આગામી સમયમાં ફોરલેન બનાવવા અંગેની કામગીરીના ટેન્ડરો પણ બહાર પડી ગયા છે પરંતુ હજુ આ રોડ પર જમીન સંપાદનની બાધા સામે આવી રહી છે ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે કે જેને ૯૦૦ દિવસમાં પૂર્ણ કરવાનો હતો અને તેમાં આજે ૧૨૦૦ દિવસ કરતા વધુ સમય બાદ પણ હજુ પુરતી જમીન સંપાદન ના થતા હજુ રોડ ક્યાય આવા કારણોસર પણ અટકી પડ્યો છે ત્યારે આવા કારણો આ બાયપાસ માટે પણ બાધારૂપ ના બને અને વહેલીતકે આ માર્ગનું નવનિર્માણ થાય તેવી માંગ લોકો કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here