સસરાએ ઠપકો આપતા જમાઇએ ત્રણ વર્ષના સાળાની ઠંડે કલજે કરી નાખી હત્યા, ઘટનાને અંજામ આપનાર પોલીસ હીરાસતમાં

હરેશ પવાર
વરતેજ નજીક નેસવડ ગામે જીઆઇડીસીમાં એક માસુમ બાળકની તેના જ સબંધીએ હત્યા કરી નાખતા અરેરાટી પ્રસરી ગઇ હતી. પોલીસે આરોપીને ગણતરીનાં કલાકોમાં જ ઝડપી લીધો છે વરતેજ પોલીસ સ્ટેશન હેઠળનાં નેસવડ ગામે જીઆઇડીસીમાં રહેતા અને અહીં જ ફેકટરીમાં મજુરી કામ કરતા બીહારનાં એક પરપ્રાંતિય પરિવારનાં ત્રણ વર્ષનાં માસુમ બાળકની ગત રાત્રે હત્યા થઇ હતી. આ હીંચકારૂ કૃત્ય આ પરપ્રાંતિય પરિવારના જ સબંધીએ કર્યું હોય હોય વરતેજ પોલીસે તેને દબોચી લીધો છે.

આ બનાવની પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ ભાવનગર નજીકના નેસવડ ગામે જીઆઇડીસી વસાહતમાં રહેતા શિવરામ વજુદરામ બિહારી (ઉ.વ.૪પ)ના પુત્ર શિવમ (ઉ.વ.૩)ની ગામની સીમમાંથી હત્યા કરાયેલ લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા પોલીસ બનાવ સ્થળે દોડી ગઇ હતી અને તપાસ કરતા શંકાના પરિધમાં આવેલ શિવરામના જમાઇ રામપ્રસાદ લનનદાસ બિહારીની આગવી ઢબે પૂછપરછ કરતા આ શખ્સે હત્યાની કબુલાત કરતાં જણાવ્યું હતું.

સસરા સાથે જઘડો થતા અને સસરાએ ઠપકો આપતા તેને તેની દાઝ રાખી તેના ત્રણ વર્ષના સાળા શિવમને ગામની સીમમાં લઇ જઇ છરીના ઘા ઝીંકી હત્યા કરી પાછો ગામમાં આવી ગયો હતો. પોલીસે આ બનાવ અંગે રામપ્રસાદ લનનદાસને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે વરતેજ પોલીસમાં શિવરામ બિહારીએ તેના જમાઇ રામપ્રસાદ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ખૂનનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here