કન્ટેઇનર મારફત છુપાઈને ચિત્રાથી પોતાના વતન બિહાર તરફ જતા ૭૨ જેટલા શ્રમિકો ઝડપાયા, ચાલક અને ટ્રક માલિક સામે ફરિયાદ

મિલન કુવાડિયા
ચોથું લોકડાઉન સોમવારથી આવી પહોંચશે લોકડાઉનને આજકાલ કરતા ૫૪ થી ૫૫ દિવસના તાણા વાણા વીત્યા જતા પરપ્રાંતિયોનો મામલો ઠેકાણે પડતો નથી રોજ્જે અસંખ્ય બાબતો અને ઘટનાઓ સામે આવી રહી છે બીજી બાજુ રોજબરોજ હજારોની સંખ્યામાં લોકો ટ્રેન અને બસ મારફતે પોતાના રાજ્યમાં પહોંચી રહ્યા છે. કોરાનોની સ્થિતિ પણ દેશભરમાં વતન જવા માગતા શ્રમીકોની જે સ્થિતિ થઈ છે તે દયનીય છે.આજે ફરી સાંજના ૭..૨૦ કલાક આસપાસ મળતી વિગતો મુજબ ભાવનગરના ચિત્રા નજીક કન્ટેઈનર મારફત ૭૨ જેટલા શ્રેમીકો છુપાઈને પોતાના વતન તરફ જતી વેળાએ નારી ચોકડી ચેકીંગ દરમિયાન ઝડપી લેવાયા છે.

જે તમામને વરતેજ પોલીસ મથક ખાતે લઈ જવાયા છે ટ્રક બિહારથી અમદાવાદ સુધી માલસામાન ભરીને આવ્યો હતો પ્રાથમિક એવી પણ જાણકારી છે કે અમદાવાદથી બિહાર તરફનું રિટર્ન ભાડું નહિ મળતા ટ્રક માલિકે ચાલકને ભાવનગરના ચિત્રાથી શ્રમિકોને લાવવા માટે કહ્યું હતું હાલ તમામ શ્રમિકોને વરતેજ પોલીસ મથકે લઈ જવાયા છે ચાલક અને માલિક સામે પોલીસ ફરિયાદની તજવીજ શરૂ છે ત્યારે શ્રેમીકો પણ હવે ધીરજ ખૂટી છે બેરોજગાર અને નોકરી પરથી છૂટા કરી દેવાતા પોતાના વતન તરફ પ્રયાણ કરવા મજબૂર બન્યા છે.

તેવામાં કેટલાક મજૂરો ટ્રક મારફત છુપાઈને તો કેટલાક ટ્રેન અને બસથી જઇ રહ્યા છે. તો કેટલાક શ્રમિકો પગપાળા અને સાયકલ દ્વારા ઉનાળાના તાપમાં ઘરે જવા મજબૂર બન્યા છે ત્યારે કન્ટેઇનરમાં છુપાઈને જનારા બિહારી શ્રમિકો પોલીસથી છુપાઇ ન શક્યા આખરે પોલીસના સકંજામાં સપડાયા છે પોલીસે બાબતે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here