સિહોર નજીકના કરદેજ ગામ સહિતની ૬ થી ૭ ટ્રકો વટામણ હાઇવે પર લૂંટાઈ, ડ્રાઈવર ક્લીનરોને ઝાડીઓમાં ખેંચી મારમારીને લૂંટી લેવાયા, ઘટનાને લઈ ગૃહ વિભાગ માંથી તપાસના આદેશ

મિલન કુવાડિયા
સિહોર નજીક આવેલ કરદેજ ગામની ટ્રકો સહિતની ૬ થી ૭ અન્ય ટ્રકો વટામણ તારાપુર હાઇવે પર લૂંટારું દ્વારા ડ્રાઇવર ક્લીનરને માર મારી લૂંટી લઈને લૂંટારું ઓએ ઘટનાને અંજામ આપ્યો છે સમગ્ર ઘટના અંગે ચાલકો દ્વારા વિડિઓ ઉતારી સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરતા સમગ્ર અહેવાલો પ્રાદેશિક ચેનલોમાં પણ પ્રસારિત થતા સમગ્ર ઘટનાને લઈ ગૃહ વિભાગ માંથી તપાસના આદેશ છૂટ્યા છે તારાપુર વટામણ હાઈવે મુસાફરો અને ટ્રક ડ્રાઇવરો માટે હવે દિવસે અને દિવસે ડેન્જર ઝોન બનતો જાય છે. આ હાઈવે પરથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે. હાઈવે પર શૌચક્રીયા માટે કે પેટ્રોલ ભરવા ઉભા રહેલા ૬ થી ૭ જેટલા ટ્રક ડ્રાઇવરોને ઝાડીઓમાં ખેંચીને બેરહીપૂર્વક મારમારી રોકડ, દાગીના અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવામાં આવી છે.

ભોગ બનનાર ડ્રાઈવરો ૧૦૦ નંબર પર પોલીસને ફોન કરી મદદ માંગતા રહ્યા પણ પોલીસ આવી નથી. બીજી તરફ પોલીસનો દાવો છે કે ભોગબનનાર ડ્રાઈવરોએ પોલીસનો સંપર્ક નથી કર્યો પોલીસે તેમનો સંપર્ક કરી ફરિયાદ કરવા જણાવ્યું છે. આ સમગ્ર મામલે ભોગબનનાર ડ્રાઇવરોના વિડીયો વાયરલ થતાં તંત્ર હરકતમાં આવ્યું હતું. ગાંધીનગરથી આ મામલે તપાસ કરવાના આદેશ થયા હતા. તારાપુર વટામણ હાઇવે પર ટ્રક ડ્રાઈવરો માટે પસાર થવું મુશ્કેલ બની ગયું છે. જીવન જરૂરી અને અન્ય વસ્તુઓની હેરાફેરી કરતા ટ્રક ડ્રાઇવરોને લૂંટી લેવાના એક પછી એક ૬ થી ૭ જેટલા બનાવો બન્યા છે. ખાસ કરીને લૂંટારું ગેંગ રાત્રીના સમયે વધુ લોકોને નિશાન બનાવે છે.

ટ્રક ડ્રાઇવરોને પોલીસની મદદ ન મળતા જાતે જ વિડીયો વાયરલ કર્યો હતો. શૌચક્રીયા કે પેટ્રોલ પુરાવા ટ્રક ઉભી રાખનાર ડ્રાઈવરોને ખેંચી ઝાડીઓમાં લઈ જઈ આરોપીઓ દાગીના, રોકડ અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવે છે. આ ઉપરાંત ડ્રાઈવરોને બેરહીમીથી માર પણ મારવામાં આવે છે. આરોપીઓ બંધકને બેહોશ કરવાના કેમિકલ પણ જોડે રાખે છે. વિડીયોમાં સ્થળ પર બેહોશ કરવાની શીશી, કપડાની થેલી,દોરીઓ વગેરે વસ્તુઓ જોવા મળે છે. આ ઘટના અંગે પોલીસે પણ તપાસ શરૂ કરી છે અને ગૃહ વિભાગ માંથી તપાસના આદેશો છૂટ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here