હડતાળ બાદ કમિશન વધારવાનું તો એક બાજુ રહ્યું, પ્રશ્નો ઉકેલવાની ખાતરી લોલીપોપ સાબિત થઈ હોવાથી રાજય સ્તરે મંડળ ફરી આંદોલનનાં મૂડમાં


બ્રિજેશ ગૌસ્વામી
ગ્રામ પંચાયતોમાં ડેટા એન્ટ્રીની મહત્વની કામગીરી કરનાર વીલેજે કોમ્પ્યુટર સાહસિકો એ તેમને ફિકસ પગાર , કમિશન વધારવા સહિતની માગણીઓને લઈને આ મહિનાની શરૂઆતમાં એક સપ્તાહ સુધી રાજય સ્તરે હડતાળ પાડી હતી એ સમયે સરકાર સાથે ચર્ચા બાદ પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી હતી તે માત્ર લોલીપોપ સાબીત થઈ હોય વીસીઈ રાજય મંડળ આગામી દિવસોમાં ફરી આંદોલન કરવા આગળ વધી રહયુ છે.

દરમિયાન રાજયનાં અનેક જિલ્લાઓમાં બે વર્ષ પહેલાનાં મગફળીની એન્ટ્રીનાં પૈસા હજુ વીસીઈને ચૂકવાયા ન હોય સરકાર સામે રોષ ઉભો થયો છે. રાજયમાં ૧૩ હજારથી વધુ વીસીઈ ગ્રામ પંચાયતોમાં કામ કરી રહયા છે. વર્ષ ર૦૦૭ થી ગ્રામ પંચાયતોમાં સરકારની જુદી જુદી સહાય યોજનાઓની ડેટા એન્ટ્રીની મહત્વની કામગીરી તેઓ કરી રહયા છે. મહિને માંડ ત્રણ -ચાર હજાર કમાતા આ ઓપરેટરોને તેનાં કમિશનનાં પૈસા પણ સરકાર દ્રારા સમયસર ચૂકવવામાં આવતા નથી. ફિકસ પગાર કરી આપવાની માગણી તો સરકારે ફગાવી દીધી છે.

ઓકટોબર મહિનાની શરૂઆતમાં રાજય સ્તરે હડતાળનું એલાન આપવામાં આવ્યુ હતુ એ સમયે રાજયનાં પંચાયત મંત્રી અને નાયબ મુખ્યપ્રધાન સાથેની બેઠક બાદ કમિશન વધારવા સહિતના પ્રશ્રો ઉકેલવાની ખાતરી આપતા હડતાળ સમેટી લેવામાં આવી હતી. વીસીઈ રાજય મંડળનાં પ્રમુખનાં જણાંવ્યા મુજબ હડતાળ સમયે અપાયેલી ખાતરી માત્ર લોલીપોપ સાબીત થઈ છે. આ વર્ષે મગફળીની નોંધણીનાં કયારે ચૂકવાશે તે નકકી નથી પરંતુ બે વર્ષ પહેલાનાં મગફળીનાં રજીસ્ટ્રેશનના પૈસા હજુ અનેક જિલ્લાઓમાં ચૂકવાયા નથી.

એક જિલ્લામાં ૧ર થી ૧પ લાખ ચુકવવાનાં થાય છે. અધિકારીઓની બેદરકારીથી આ રકમ મળવામાં વિલંબ થઈ રહયો છે. જન્મ – મરણનાં દાખલાઓની એન્ટ્રીઓનાં તો ચારેક વર્ષથી પૈસા ચૂકવાયા નથી. એક માત્ર મગફળીની નોંધણીનું કમિશન વધારીને રૂ. ૧પ કરાયુ છે બીજી કોઈ માગણી સંતોષવામાં આવી નથી. વીસીઈ રાજય મંડળ  જુદી જુદી માગણીઓને લઈને ફરી આંદોલન કરવા વિચારણા કરી રહયુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here