દેવરાજ બુધેલીયા
સિહોર શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ ખાતે તારીખ ગુરુવારનાં રોજ રંગોત્સવ સેલિબ્રેશન – મુંબઇ (મહારાષ્ટ્ર) દ્વારા આયોજીત નેશનલ લેવલ આર્ટ કોમ્પીટીશન માં ચિત્ર સ્પર્ધા, હેન્ડ રાઇટીંગ સ્પર્ધા અને કોલાજ સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ટ્રોફી, મેડલ તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યા.

જેમાં ૨૬૦ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, ૪ વિદ્યાર્થીઓને શિલ્ડ, ૨૬ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એવોર્ડ, ૧ વિદ્યાર્થીને સરપ્રાઇઝ ગિફ્ટ, શાળાને ટ્રોફી, આચાર્યશ્રીને પ્રમાણપત્ર, ટ્રોફી અને શિલ્ડ તેમજ આયોજન કરનાર કર્મચારીશ્રીને પ્રમાણપત્ર, શિલ્ડ અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.

આ તમામ વિદ્યાર્થીઓને તેમજ આચાર્યશ્રી / કર્મચારી ને શાળાનાં સંચાલક શ્રી પી.કે.મોરડીયા સાહેબનાં તેમજ ઇ.આચાર્ય, સુપરવાઇઝરશ્રી નાં વરદહસ્તે ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here