વિજયભાઈ રૂપાણી સિહોર પંથકના અનેક ખેડૂતોના ખેતરમાં કપાસ સડી રહ્યો છે : કપાસ કેન્દ્ર શરૂ થાય તે જરૂરી છે

માનનીય વિજયભાઈ રૂપાણી
તમારી કુશળતા અને રાજ્યની સ્થિતિ ફરી થાળે પડે તેવી અપેક્ષા સાથે વાતની શરૂઆત કરૂ છું વિજયભાઈ રૂપાણી આપડો ખેડૂત બાપડો અને બિચારો આ બે શબ્દ જાણે ગરીબ ખેડૂતના પર્યાય બની ગયા છે . આજે પણ ખેડૂત પાકવીમા માટે કરગરે છે , આજે પણ પાક મફતના ભાવે વેચવા મજબૂર છે , આજે પણ ખાનગી વીમા કંપનીઓ ગરીબ ખેડૂતના નાણા ઓળવી જઈ વીમો આપવામાં ડાંડાઈ કરે છે , આજે પણ ખેડૂતને પોતાના જ હક્કો માટે પોતાના જ લોકો સામે લડવું પડે છે . બિયારણથી લઈ જમીન સંપાદન સુધી ખેડૂતો પોતાના પ્રશ્ને ઝઝુમી રહ્યા છે અનેક સવાલો સામે જવાબો મળવા મુશ્કેલ છે.

વિજયભાઈ રૂપાણી ખાસ કરીને રાજ્ય અને સૌરાષ્ટ્રના ખેડૂતોની મુશ્કેલીઓની વાત કરીશું તો જગ્યા અને સમય બન્ને ટૂંકું પડશે મુદ્દાની વાત પર આવી જઈએ તો અમારે સિહોર આજુબાજુ વિસ્તારોના ૮૨ જેટલા ગામડાઓમાં ખેડૂતો ખેતરમાં આજના દિવસે પણ કપાસ બગડી રહ્યો છે ખરાબ થઈ રહ્યો છે ભાવો મળતા નથી ટેકાના ભાવે ખરીદી થતી નથી સિહોરમાં કપાસ કેન્દ્રની ફાળવણી કરવામાં આવતી નથી પાલીતાણા ખાતે કપાસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું જે હાલ બંધ હાલતમાં છે ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવે છે પરંતુ પોતાનો ક્રમ આવતો નથી હાલ ખેડૂતોની સ્થિતિ અતિ મુશ્કેલ છે.

ખેડૂતોએ સ્થાનિક નેતાઓ અને અધિકારીઓને અસંખ્ય વાર રજૂઆતો કરવા છતાં આજ સુધી યોગ્ય નિરાકરણ આવ્યું નથી અને હાલની સ્થિતિ એ આવીને ઉભી છે કે ખેડૂતો હવે મુશ્કેલીમાં મરવા મજબુર બન્યા છે ત્યારે સિહોર ખાતે કેન્દ્ર શરૂ કરવામાં આવે તેવી એક ખેડૂતપુત્ર તરીકે મારી વિન્નતી છે ખેડુતોવતી મારો મત આપની સામે મુકવો અનિવાર્ય લાગ્યો માટે આપને પત્ર લખી રહ્યો છું, બસ ખેડૂતોનું કઈ સારું થાય અને ગુજરાત જલદી કોરાના મુકત થાય તેવા તમારા પ્રયાસમાં ઈશ્વર તમને મદદ કરે તેવી પ્રાર્થના છે.

– ખેડૂતપુત્ર મિલન કુવાડિયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here