ચૂંટણી સ્ટાફ બૂથ પર રવાના, પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત, દરેક મતદારે સોશિયલ ડિસ્ટન્સ અને ફરજીયાત માસ્ક પહેરી મતદાન કરવાનું રહેશે, દરેક બૂથ પર આરોગ્યની ટીમ દ્વારા તમામ મતદારનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે, મતદારને કોરોના લક્ષણ દેખાશે તો તેમને ટોકન પદ્ધતિથી ૪ વાગ્યે મતદાન કરવાનું રહેશે


મિલન કુવાડિયા
ગઢડા સહિતની બેઠકો પર આવતીકાલે યોજાનાર પેટાચૂંટણીને લઈને વહીવટી અને પોલીસ તંત્ર તૈયારીને આખરી ઓપ આપી રહ્યા છે. ગઢડા સહિતની બેઠકના મતદાન બૂથ પર ઈવીએમ અને વીવીપેટ સહિત ચૂંટણી સાહિત્ય લઈ કર્મચારીઓને રવાના કરવામાં આવ્યા હતા. કોવિડ-૧૯ની ગાઈડલાઈન પ્રમાણે સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તેવા પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.

મતદાન મથકોને આજે સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા. દરેક મતદારે સોશિયલ ડિસ્ટન્સ અને ફરજીયાત માસ્ક પહેરી મતદાન કરવાનું રહેશે. દરેક બૂથ પર આરોગ્યની ટીમ દ્વારા તમામ મતદારનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. જો કોઈ મતદારને કોરોના લક્ષણ દેખાશે તો તેમને ટોકન પદ્ધતિથી ૪ વાગ્યે મતદાન કરવાનું રહેશે. પોલીંગ બૂથના સ્ટાફને પીપીઇ કીટ પહેરવાની રહેશે.

બોક્સ..

શાંતિપૂર્ણ માહોલ માં ચૂંટણી યોજવા તંત્ર સજ્જ.

ગઢડા ૧૦૬ બેઠક પેટા ચૂંટણી ને લઈ વહીવટી વિભાગ સજ્જ. તમામ બુથ પર એ.વી.એમ. વી.વી.પેટ . સહિત તમામ સાહિત્ય અને કોવિડ ૧૯ ની ગાઈડ લાઈન મુજબ સંપૂર્ણ શાંતિ પૂર્ણ માહોલ માં મતદાન યોજાય તેને લઈ હાલ કામગીરી થઈ રહી છે.ગઢડા ૧૦૬ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે ગઢડા વિધાનસભા બેઠકના તમામ મતદારો નિર્ભયતા તેમજ કોઈપણ પ્રકારના ડર વગર શાંતિથી મતદાન કરી શકે તે માટે એસ પી, ડીવાયએસપી, પીઆઈ સહિતના જિલ્લાભરની પોલીસને ગઢડા બેઠક પર બંદોબસ્ત મા ગોઠવી દેવામાં આવી છે તેમજ કોઈપણ પ્રકારની તકલીફ હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરે તેમજ સરકારની ગાઈડલાઈન મુજબ મતદાન કરવા બોટાદ જિલ્લા પોલીસ વડાએ મતદારોને અપીલ કરી છે

ગઢડા વિધાનસભા 106 બેઠક પર આવતીકાલે મતદાન યોજવાનું છે ત્યારે કુલ 250989 ના મતદાન ને લઈ 382 બુથ ની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેમાં 5 સખી મતદાન ની વ્યવસ્થા કરવામાં આવી છે. કુલ 2019 કર્મચારી ઓ શાંતિ પૂર્ણ મતદાન થાય તેને લઈ કામગીરી હાથ ધરશે તો દરેક બુથ પર એ.વી.એમ.અને વી.વી.પેટ. સહિત તમામ મતદાન લક્ષી સાહિત્ય પહોંચે તેને લઈ અલગ અલગ ઝોનલ મુજબ કામગીરી વહીવટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.સુરક્ષા ની જો વાત કરવામાં આવે તો સંવેદનશીલ મત મથક પર પ્રી રીસાડિંગ અધિકારી સાથે 1 ઓબ્ઝર્વર ની વ્યવસ્થા કરવામાં આવી છે.

તો પોલીસ દ્વારા પર પણ સંપૂર્ણ શાંતિ પૂર્ણ અને ભયમુક્ત રીતે મતદાન થાય તેને લઈ પોલીસ દ્વારા 1 એસ.પી., 3 ડી.વાય.એસ.પી., 5 પી.આઈ., 10 પી.એસ.આઈ, 350 કોન્સ્ટેબલ તેમજ 265 હોમગાર્ડ અને જી.આર.ડી. સાથે સી.એ.પી.એફ. ના 74 લોકો દ્વારા આવતીકાલે ફરજ પર કામગીરી હાથ ધરવામાં આવશે તો કોવિડ 19 ની ગાઈડ લાઈન મુજબ સંપૂર્ણ સોસીયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજીયાત સાથે મતદાન કરવાનું રહેશે દરેક બુથ પર આરોગ્ય ની ટિમ દ્વારા તમામ મતદાન મથક પર મતદાર નુ મેડીકલ ચેકપ કરવામાં આવશે અને જો કોઈ મતદાર ને કોરોના ના લક્ષણ દેખાશે તો તેમને ટોકન પદ્ધતિ થી 4 વાગે મતદાન કરવાનું રહેશે અને પોલીગ બુથ ના સ્ટાફ દ્વારા પર તે સમયે પી.પી.ઈ. કીટ પહેરવાની રહે તે માટે સંપૂર્ણ આયોજન સાથે આવતીકાલ ના મતદાન ની હાલ તડામાર તૈયારી ઓ જોવા મળી રહી છે.

– મહાવીરસિંહ ઝાલા-ચૂંટણી અધિકારી-ગઢડા

ગુજરાત રાજ્ય ની કુલ 8 સીટ પર પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે બોટાદ જિલ્લા ના ગઢડા વિધાનસભા સીટ 106 પર પણ પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ગઢડા બેઠકપર એસ પી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, મહિલા પોલીસ, સીઆરપી, હોમગાર્ડ, જીઆરડી, ટીઆરબી સહિતનો જિલ્લાભરની પોલીસ ને ગઢડા વિધાનસભા બેઠક પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ગઢડા વિધાનસભા સીટ પર શાંતિપૂર્ણ મતદાન થાય તેમજ મતદારો કોઈપણ પ્રકારના ભય કે ડર વગર મતદાન કરે તેમજ કોઈપણ મતદારોને અસામાજિક તત્વો દ્વારા દબાવવામાં કે ધાકધમકી આપવામા આવ છે તો બીલકુલ ચલાવી નહી લેવાય અને ચોકકસ થી કાર્યવાહી કરવામા આવ છે તેમજ મતદારોને લુખ્ખા, અસામાજિક તત્વો ખોટી રીતે હેરાનપરેશાન કરે અથવા લાલચ, ધાકધમકી આપે તો તાત્કાલિક બોટાદ જિલ્લા પોલીસ નો હેલ્પ નંબર તેમજ કોઈ પણ નજીકના પોલીસ મથકે જાણ કરવા તેમજ મતદારો કોવીડ૧૯ ની ગાઈડલાઈન મુજબ અને શાંતિ પુર્વક પોતાના મતા અધિકારનો ઉપયોગ કરવા બોટાદ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ મતદારોને અપીલ કરી છે

– હર્ષદ મહેતા – એસ પી બોટાદ

બહાર ગામથી મતદારોને લાવવા ખાનગી બસની વ્યવસ્થા કરી

ગઢડા બેઠક પર આવતીકાલે મતદાન થનાર છે. ત્યારે તમામ બૂથ પર ચૂંટણી સ્ટાફને રવાના કરી દેવામાં આવ્યો છે. ધારીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. બહાર ગામ સુરત, અમદાવાદ રહેતા મતદારોને લાવવા માટે ગઢડા લાવવા માટે ખાનગી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. ગઢડા બેઠક પર વધુમાં વધુ મતદાન થાય તે માટે સુરત, અમદાવાદ, ભાવનગર અને ગુજરાતના અન્ય શહેરોમાં રહેતા મતદારોને લાવવા માટે બંને પક્ષો દ્વારા ખાનગી બસની વ્યવસ્થા કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here