કોરોનાનાં સંક્રમણમાં પ્રચાર કરવાનું જોખમ ટળ્યું, ભાજપને રાજકીય નુકસાનનો ભય હતો, ગામડાઓમા ઓનલાઈન પ્રચાર ન થઈ શકે


સલીમ બરફવાળા
રાજય સરકારે સિહોર સહિત તાલુકા અને રાજ્યભરની જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અંતે ત્રણ મહિના માટે પાછી ઠેલતા અટકળોનો અંત આવ્યો છે. દિવાળીના તહેવારો ઉપર નવેમ્બર – ડિસેમ્બરમાં ચૂંટણીઓ નહિ આવે તે સ્પષ્ટ થઈ જતા પંચાયતોમાં ચૂંટાયેલા સભ્યોએ રાહતનો દમ લીધો છે. ભાવનગર સહિત રાજયની ૩૧ જિલ્લા પંચાયતો અને સિહોર સહિત ર૩૧ તાલુકા પંચાયતોની ડિસેમ્બરમાં મુદત પૂરી થતી હોય નવેમ્બર ર૦ર૦ માં ચૂંટણી કરવી પડે તેમ હતી પરંતુ કોરોનાનાં સંક્રમણને કારણે ત્રણ મહિના ચૂંટણી પાછી ઠેલવામાંની રાજય ચૂંટણી આયોગે જાહેરાત કરી તેને ચૂંટાયેલા સભ્યોએ આવકારી છે જો ચૂંટણી જાહેર થઈ હોત તો કેવી રીતે પ્રચારમાં જવુ તે મોટો પ્રશ્ર હતો ખાસ કરીને ગામડાઓમાં ઓન લાઈન પ્રચાર શકય નથી.

રૂબરૂ જ મતદારોને મળવુ પડે હાલની કોરોનાની સ્થિતિમાં તે જોખમી હતી. આમ છતાં કેટલાક સભ્યો તો ટિકટની સોગઠાબાજી અને રાજકીય શતરંજ બીછાવવાનાં કામમાં લાગી ગયા હતા. ડિસેમ્બરમાં મુદત પૂરી થાય ત્યાર બાદ જિલ્લા – તાલુકા પંચાયતોમાં ત્રણ મહિના માટે વહીવટીદાર નિમવાને બદલે વર્તમાન બોડીને ચાલુ રાખવામાં આવશે તેવી અટકળો થઈ રહી છે. નવેમ્બરમાં ચૂંટણી કરવી એ રાજકીય રીતે પણ ભાજપ માટે નુકશાન સાબીત થાય તેમ હતુ. ખાસ કરીને ગામ્ય સ્તરે સરકાર સામે ખેડૂત વર્ગમાં રોષ છે. પક્ષનાં આંતરિક સવેમાં પણ આવા રાજકીય ગણીત બહાર આવ્યા હતા.


ચૂંટણીઓ બંધ રહેતાં ગામડાઓમાં રાજકીય છાવણીમાં સન્નાટો

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓને કોરોનાની કોઇ અસર થઇ નથી.પરંતુ કોર્પોરેશન અને પંચાયતોની ચૂંટણીઓને કોરોનાનું ગ્રહણ લાગતાં ત્રણ મહિના માટે ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે. ગઢડા વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર શરૃ થઇ ગયો છે અને તેમાં સોશિયલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ થઇ રહ્યો છે.પરંતુ તેમ છતાં ગઢડા વિધાનસભાની ચૂંટણી મુલતવી રહી નથી. તો બીજીતરફ કોર્પોરેશન,પાલિકા અને પંચાયતોની મુદત નવેમ્બર મહિનામાં પુરી થઇ રહી છે.આ ચૂંટણીની મતદાર યાદી અને નવા સીમાંકન પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.પરંતુ કોરોનાના કારણે આ ચૂંટણીઓ ત્રણ મહિના માટે પાછી ઠેલવાની જાહેરાત કરવામાં આવી છે.ચૂંટણી પંચની જાહેરાતના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં જામેલો ચૂંટણીનો માહોલ એકાએક ઓસરી ગયો છે અને રાજકીય છાવણીઓમાં પણ સન્નાટો છવાઇ ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here