આગામી ૯મી નવેમ્બરથી મતદાર યાદી સૂધારણા કાર્યક્રમ

એક મહીનો ચાલશેઃ ૧પ જાન્યુઆરીએ આખરી પ્રસિદ્ધિઃ ત્રણ કે પાંચ રવીવાર બૂથ ઉપર ઝૂંબેશ અંગે હવે તારીખો જાહેર કરશે


હરેશ પવાર
ચુંટણી પંચ હાલ ગુજરાત વિધાનસભાની ૮ બેઠકોની પેટા ચૂંટણી યોજી રહ્યું છે, આવતીકાલે સવારે ૭ થી સાંજે ૬ સુધી મતદાન થશે.આ સાથોસાથ રાજભરમાં આગામી તા.૯ નવેમ્બરથી પૂનઃ મતદાર યાદી સૂધારણા કાર્યક્રમની જાહેરાત કરાઇ છે, જો એક મહિનો ચાલશે તેવું જાણવા મળ્યું છે મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ તા.૯ નવેમ્બરના રોજ જાહેર થશે, તે દિવસથી તા.૧પ ડીસેમ્બર સૂધી ૧૮ વર્ષની વયની, અને જેમના નામો મતદાર યાદીમાં નથી તે લોકો નામ ઉમેરવા, સૂધારણા, નામ કમી, તથા સ્થળ-સરનામા ફેરફાર અંગે જે તે મામલતદાર કચેરીએ ફોર્મ ભરી શકશે.

આ દરમિયાન ત્રણ રવિવાર બૂથ ઉપર સવારથી સાંજ સૂધી બીએલઓની ઉપસ્થિતીમાં ખાસ ઝૂંબેશ થશે, પરંતુ તે અંગેની તારીખો હવે જાહેર થશે, ત્યારબાદના પ જાન્યુ.સુધીમાં ભરાયેલ ફોર્મની ચકાસણી, વાંધા-દાવાનો જે તેમ મામલતદાર-પ્રાંત નિકાલ કરશે, તા.૧૪ જાન્યુ.સૂધીમાં આખરી પ્રસિદ્ધિ અંગે ચૂંટણી પંચની મંજૂરી લેવાની રહેશે. આમાં ડેટા બેઇઝ બાબત પણ આવી જાય છે, અને ૧પ જાન્યુઆરીએ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here