અગણિત પરિવારોમાં લગ્નની ખુશીના બદલે ચિંતાનો માહોલ

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરમાં પણ અનેક લગ્નપ્રસંગોને કોરોનાનું વિઘ્ન : પોલીસની મંજૂરી મેળવવા માટે ‘આંટા-ફેરા’ શરૂ

કાલથી ૧૫ દિવસમાં ૯ લગ્નમુહૂર્ત, રાતના પ્રસંગ પર પ્રતિબંધ, પોલીસ સ્ટેશનમાં મંજૂરી માટે જાનૈયા-માંડવિયાની યાદી આપવી પડશે ૧૦ ડિસેમ્બર પછી સવા ચાર મહીને એપ્રિલમાં લગ્નમુહૂર્તો આવશે,કદાચિત ૧૦ – ૧૫ વર્ષ પછી અનેક મા-બાપ તેમના સંતાનોને કહેતાં હશે કે અમારા લગ્ન કોરોના વખતે થયાં હતાં અને માંડ ૧૦૦ લોકો પણ હાજર નહોતાં. પોલીસની મંજુરી લેવી પડી હતી અને જમણવાર વગર જ જલ્દી-જલ્દી લગ્ન આટોપી લેવા પડયાં હતાં. કોરોનાના ત્રીજા તબક્કાએ લગ્નમાં વિઘ્ન સર્જ્યું છે. તા. ૨૫ નવેમ્બરથી ૧૦ ડીસેમ્બર સુધીના ૧૫ દિવસમાં લગ્નના મુહૂર્ત હોવા તેવા ૯ દિવસ છે.

આ નવ દિવસમાં પણ કોરોના કર્ફ્યૂના કારણે રાતે ૯ પછી લગ્ન યોજી શકાશે નહીં અને લગ્ન યોજવા માટે પોલીસની મંજુરી લેવી પડશે. લગ્નપ્રસંગમાં ૧૦૦થી વધુ જાનૈયા-માંડવિયા રાખી નહીં શકાય અને તમામની યાદી પોલીસને આપવી પડશે. ૧૦ ડીસેમ્બર પછી સવા ચાર મહિને લગ્નમુહૂર્ત આવશે.અ ત્યારે અસંખ્ય વરઘોડિયા અને તેમના પરિવાનની ખુશીમાં કોરોનાનું વિઘ્ન આવ્યું છે.

આવતીકાલ તા. ૨૫ને લગ્નગાળો શરૂ થઈ રહ્યો છે ને પોલીસ સ્ટેશનોમાં દોડધામ મચી ગઈ છે. દિવાળીના તહેવારો પછી અને કોરોનાના ત્રીજા રાઉન્ડથી સર્જાયેલી કોરોનાની સ્ફોટક સિૃથતિથી અગણિત પરિવારોમાં લગ્નની ખુશીના બદલે ચિંતાનો માહોલ છે. મુહૂર્ત નિશ્ચિત થઈ ચૂક્યાં છે, કંકોત્રી લખાઈ ચૂકી છે અને તૈયારીઓ થઈ ચૂકી છે ત્યારે કોરોના અને કાયદાના બંધનથી ચિંતાજનક સિૃથતિ સર્જાઈ છે.

કોરોનાના રોગચાળો વકરતો અટકાવવા માટે પોલીસે હવે કોઈપણ લગ્નપ્રસંગ માટે મંજુરી લેવી ફરજિયાત બનાવી છે. કોઈપણ લગ્નપ્રસંગમાં મહત્તમ ૧૦૦ લોકોને જ હાજર રહેવાની મંજુરી છે. પોલીસ સ્ટેશનોમાં કંકોત્રી અને હાજર રહેનાર જાનૈયા-માંડવિયા, મહેમાનોનું લિસ્ટ રજુ કરી લગ્નની મંજુરીની અરજી કરવાની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here