કોરોનારુપી અંધકારને મીટાવતું પ્રકાશનું પર્વ મનાવ્યું, કર્મકાંડી બ્રાહ્મણો, કેટરીંગ, ફોટોગ્રાફર સહિતનાનેં નવું વર્ષ આર્થિક સમૃધ્ધિ લાવશે તેવો આશાવાદ

બ્રિજેશ ગૌસ્વામી
કોરનારુપી અંધકારને મીટાવી દિવાળીનું પ્રકાશમય પર્વ નવી આશા સાથે શરુ થયું છે. નવલા વર્ષનાં આરંભે શરણાઈનાં સૂર ગુંજી ઉઠશે આ વર્ષે અધિક માસ આવ્યો હોવાથી અને ગુરુ અને શુક્રનો અસ્ત  હોવાથી જાન્યુઆરી અને ફેબુ્રઆરીમાં ખાસ લગ્નનાં મૂહુર્ત ન હોવાથી નવેમ્બરનાં અંતથી ડિસેમ્બરમાં ધૂમ લગ્નો લેવાયા છે. લોકડાઉનનાં કારણે લગ્ન – સગાઈ સહિતનાં સામાજિક પ્રસંગો છેલ્લા કેટલાક મહિનાઓથી યોજી શકાયા ન હતા હવે સરકારે સામાજિક પ્રસંગોએ ર૦૦ લોકોની છૂટ આપી છે એટલે નવા વર્ષનાં આરંભે નવેમ્બર અને ડિસેમ્બરમાં ધૂમ લગ્નો છે. તા. ૧૪ ડિસેમ્બરે કમુરતા શરુ થાય તે પહેલા લગ્નની સિઝન પુરી થઈ જશે.

નવેમ્બરમાં તા. રપ પછી અને ડિસેમ્બરમાં ૧૦ ડિેસેમ્બર સુધી લગ્નોનાં મૂહુર્તો વિશેષ છે. પંદરેક દિવસના આ ગાળા બાદ જાન્યુઆરી અને ફેબ્રઆરીમાં લગ્નો નથી. કોરોનાનાં કપરા સમયમાંથી બહાર નીકળીને અનેક પરિવારોએ  મહિનાઓથી લગ્નોની તૈયારીઓ શરુ કરી દીધી છે નૂતન વર્ષે ઉત્સાહ અને ઉંમગ સાથે પારિવારિક માહોલમાં લગ્નોત્સવ ઉજવવાનો થનગનાટ જોવા મળી રહયો છે. લગ્નોની સિઝન શરુ થઈ રહી હોવાથી લોકડાઉનનાં સમયથી ધંધા – રોજગાર વિના બેસી રહેલા કર્મકાંડી બ્રાહમણો, ઢોલ, કેટરીંગ વ્યવસાયકારો, ફોટોગ્રાફર, ફૂલ – હારના ધંધાર્થીઓ સહિત અનેક લોકોને હવે નવુ વર્ષ આર્થિક સમૃધ્ધિ લઈને આવશે તેવી આશા જાગી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here