શિયાળાની વિદાયની તૈયારી અને ઉનાળાના પગરવ, પંખા-એ.સી.ચાલુ

દેવરાજ બુધેલીયા
સિહોર સહિત ભાવનગર અને સૌરાષ્ટ્રમાં ઉનાળો પગરવ પાડીને પગ જમાવવાનુ શરુ કર્યું છે. આ વખતે ધોમધખતો તાપ  અને અગનવર્ષાની પૂરી શક્યતા છે ત્યારે ગ્રીષ્મ ઋતુ પહેલા વસંત ઋતુમાં જ તાપમાનનો પારો સડસડાટ ઉપર ચડવા લાગ્યો છે. આજે સવારે ઠંડીનો અભાવ અને બપોરે ગરમીનો ભાવ થતા લોકોએ હવે પંખા-એ.સી.ચાલુ કરવા માંડયા છે અને બપોરે બહાર જતા મફલરને બદલે ટોપી વગેરે પહેરવાનું શરુ કર્યું છે.

સવારથી સાંજ રહેતા ચામડી સુકાતી હોવાનો અહેસાસ થયો હતો.બપોરે તીવ્ર તાપની જનજીવન પર પણ અસર વર્તાઈ હતી. ગરમ વસ્ત્રો જાણે ગાયબ થઈ ગયા છે અને ઠંડા પીણાની માંગ નીકળવા લાગી છે. ફેબ્રુઆરીમાં સેન્સેક્સ કરતાંય ઘણો ઝડપી ઉછળકૂદ તાપમાનના માપ સેલ્સિયસમાં થતી હોય છે. આ વખતે મહત્તમ તાપમાન રેકોર્ડની નજીક પહોંચી જવાની પૂરી શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here