વિશ્વની પ્રથમ નર્સ ફ્લોરેન્સા ની ૨૦૦મી જન્મજયંતી ઉપર વિશેષ અહેવાલ, ડોક્ટર ની સફળ ઉડાનની પાંખો એટલે નર્સ

દર્શન જોશી
આજે વિશ્વ નર્સ દિવસ નિમિત્તે કે જેની વગર હોસ્પિટલની કલ્પના જ ન કરી શકાય. સિસ્ટર એટલે હોસ્પિટલ માટે ધબકતું હૃદય કહેવાય. આ ધરતી ઉપર ઈશ્વરે એક એવી વ્યક્તિનું સર્જન કર્યું કે જે બીજાના જીવન માટે સંઘર્ષ કરી શકે, બીજાની તકલીફોમાં મદદ કરી શકે જેનું દિલ સેવાકાર્ય માટે હંમેશા તતપર હોય જે જન્મ અને મૃત્યુ જોઈ શકે, જેની સેવા પ્રેમ દરેક માટે એક સમાન જ હોય એવી સિસ્ટર (નર્સ) ને આજના નર્સ દિવસે વંદન છે. જે ‘લેડી વિથ ધ લેમ્પ’ થી નામના મેળવી તેવા વિશ્વના પ્રથમ નર્સ જેને નર્સિંગને આધુનિક રૂપ આવ્યું રવા ઈટાલીના ફ્લોરેન્સ નાઇટિંગલ જેના માનમાં નર્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

નર્સ કે એના અસ્તિત્વ વિના હોસ્પિટલની કલ્પના કરવી પણ અઘરી બની જાય. જેના હાથમાં ઈશ્વરે જાદુ આપ્યો છે. જેના સ્મિતમાં દર્દીને સાજો થવાની હિંમત આપી શકે, જે મોતનો ભાર પણ ઉઠાવી શકે તો તે નાના બાળકને શાંત પણ કરી શકે. દેશમાં અનેક મહામારી આવી ને ગઈ જેમાં દેશની નર્સ દ્વારા મહત્વનો ભાગ ભજવ્યો છે. આજે દેશમાં કોરોના વાયરસ સામે લડત આપી રહ્યું છે.ત્યારે તબીબની સાથે કોરોના દર્દીઓ સાથે વિશાળ હૃદય રાખીને તેની સાર સંભાળ કરીને સારવાર આપી રહી છે નર્સ. હાલમાં દેશમાં કોરોના દર્દીઓની સારવાર દરમ્યાન નર્સ પણ સંક્રમિત થયા છે. ત્યારે આવી કપરી સ્થિતિમાં પણ નર્સ પોતાના જીવની પરવાહ કર્યા વગર પોતાનો ધર્મ નિભાવી રહી છે. દર્દીઓ માટે જેના દિલમાં અપાર લાગણીઓ હોય છે જે પોતાના માનીને પારકા ની સેવા ચાકરી કરે છે. આવા વિશ્વ અને ભારતમાં ફરજ નિભાવતા તમામ નર્સ કોરોના વોરિયર્સ છે અને તેમની કામગીરીથી ઈશ્વર પણ ગર્વ અનુભવતો હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here