દરેક મોબાઈલધારક બની જાય છે ફોટોગ્રાફર, હજારો શબ્દો જેનું બ્યાન ન કરી શકે તે એક તસ્વીર કરી શકે છે

સલિમ બરફવાળા
ફોટોગ્રાફી દાયકાઓથી એક મહત્વનો શોખ રહ્યો છે પરંતુ, હવે છબીકલામાં કલા ઓછી અને ટેકનોલોજી વધારે હોય છે. સ્માર્ટ ફોનમાં આજે વધુને વધુ મેગા પિક્સેલ્સમાં તસ્વીરો ખેંચીને તેને એડિટ કરવી સરળ બની ગયું છે ત્યારે આજે તા.૧૯ ઓગષ્ટના ગુરૂવારે વિશ્વ છબીકલા દિવસ (વર્લ્ડ ફોટોગ્રાફી ડે) ઉજવાય છે જો કે હવે આ માટે ખાસ કાર્યક્રમો થતા નથી અને દરેક મોબાઈલ ધારક ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર બની ગયો હોય છે પરંતુ, આ એક એવી કલા છે કે જ્યારે હજારો શબ્દો પણ જેનું વર્ણન ન કરી શકે તે એક તસ્વીર કરી જાય છે.

ફોટોગ્રાફીની શરૂઆત ડિગેરેટાઈપ  ફોટોગ્રાફીથી ફ્રાન્સમાં જાન્યુઆરી-૧૮૩૭માં થઈ હતી અને ભારતમાં પણ ઈ.સ.૧૮૫૫માં જ કેમેરાનું આગમન થઈ ચૂક્યું હતું. દેશમાં વીસમી સદીની શરૂઆતમાં જ સ્ટુડિયો શરૂ થવા લાગ્યા હતા. ડિગેરેટાઈપ શબ્દ ફોટોગ્રાફીના શોધક લુઈઝ ડિગેરે પરથી અપાયો છે. જો કે ત્યારપછી અનેક ટેકનોલોજી પછી હવે ડીજીટલ ફોટોગ્રાફીમાં દ્રશ્ય શોધવું અને સમયસર  ક્લીક કરવું એ જ કલા રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here