યોગાસન વડે કોરોમાં સામે રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે

મિલન કુવાડિયા
હાલ વિશ્વ આખું કોરોના સામે લડી રહ્યું છે. હજુ સુધી વિશ્વમાં કોઈ પણ દેશ દ્વારા કોરોના ની કોઈપણ દવા હાથ લાગી નથી. ત્યારે ભારતની પૌરાણિક સંસ્કૃતિ યોગ અને આયુર્વેદ દ્વારા હાલમાં કોરોના સામે રક્ષણ મેળવી શકાય અને રોગપ્રતિકારક શક્તિઓમાં વધારો કરી શકાય તેવા પ્રયોગો શરૂ કરી દેવામાં આવ્યા છે. જેમાં ભારતની યોગ પ્લેયર હેતસ્વી સોમાણી ઓનલાઈન વિનામૂલ્યે લોકોને યોગ શીખવી રહી છે. ભારત સહિત ઓસ્ટ્રેલિયા, કેનેડામાં રહેતા ભારતીયોને ફેસબુક અને યુ.ટ્યુબ ના માધ્યમથી યોગ શીખવી રહી છે.

રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી થતા યોગાસન અને સૂર્યનમસ્કાર ઓનલાઈન માધ્યમો દ્વારા હેતસ્વી લોકોને શીખવી રહી છે. ભારતની સંસ્કૃતિ આજે વૈશ્વિક મહામારી સામે રક્ષણ આપી રહી છે એ દેશ માટે ગૌરવની વાત છે. હેતસ્વી સોમાણીની મહામારીના સમયમાં આવી ઉમદા લોકસેવા અને ઉમદા કાર્યને લઈને તેના માટે શુભેચ્છાઓનો ધોધ વરસ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here