શહેર-જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમની તૈયારી અંતિમ તબક્કામાં ; યોગ દિવસની પૂર્વ સંધ્યાએ આખરીઓપ, જુદા જુદા સ્થળે યોગ દિનની ઉજવણીના પગલે સ્ટેજ, બેઠક સહિતની વ્યવસ્થાઓ

હરીશ પવાર
યોગ ભગાવે રોગ ઉકિત ભારતીય સૈસ્કૃતિમાં અજોડ રૂપે વણાયલી છે.  આદીકાળથી ઋષિમુનીઓ યોગ દ્વારા પરમ શકિતઓ પ્રાપ્ત કરતા ભારતીય સંસ્કૃતિ યોગની આસપાસ રહેલી છે  ત્યારે આવતી કાલે તા. ૨૧ જુનના રોજ દુનિયાભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થનાર છે. આ વખતની થીમ માનવતા માટે યોગ છે. યુનો દ્વારા વર્ષ ૨૦૧૫ થી યોગ દિવસની વૈશ્વિક ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી સતત ૮ માં વર્ષે વિશ્વ કાલે યોગના પ્રયોગો કરશે. સિહોર સાથે સમગ્ર ગુજરાતમાં પણ યોગ દિવસ અંતર્ગત તમામ જીલ્લા મથકો તથા તાલુકા લેવલ ઉપર યોગ કરવામાં આવનાર છે ત્યારે સિહોર શહેરમાં અનેક સ્થળોએ યોગની ઉજવણી થનાર છે.

જેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જેમાં યોગ સાધકોને સવારે ૬ વાગ્યે ગ્રાઉન્ડ ઉપર આવવા જણાવાયું છે. યોગ કરવા આવનાર લોકો માટે બધી વ્યવસ્થાની આજે ચકાસણી કરવામાં આવી હતી. યોગ દિવસની ઉજવણી ના ભાગરૂપે પોલીસનો બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે. ઉપરાંત ૧૦૮ ની ટીમ સાથે નિષ્ણાંત ડોકટરો પણ યોગ સ્થળે હાજર રહી સેવા આપશે. સાથે શાળા- કોલેજોના વિદ્યાર્થીઓ જોડાશે તાલુકાના તમામ ગામોમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છેે. જેમાં વિદ્યાર્થીઓ, અગ્રણીઓ, મહાનુભાવો, અલગ-અલગ ક્ષેત્રના આગેવાનો સામેલ થશે તાલુકાના પ્રજાજનોને વિશ્વ યોગ દિવસની ઉજવણી માં સામેલ થવા અનુરોધ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here