ચાર પાંચ મહિના માંડ ઓફિસર રહે છે, સતત ગેરરીતિ સહિતના આક્ષેપોથી સતત વિવાદોમાં રહેતી નગરપાલિકા કાયમી અધિકારી વિહોણી, કડક અધિકારીની લોકમાંગ

હરિશ પવાર
સિહોર નગર પાલિકામાં કરાર આધારિત ચિફ ઓફિસરની બદલી થતા ઇનચાર્જ થી ગાડુ ગબડાવાય છે.નગર પાલિકામાં છેલ્લા ત્રણ ચાર મહિનામાં બે ચિફ ઓફીસર બદલાતા લોકોના કામો ટલ્લે ચડી રહયાં છે જેથી નગરજનો હવે કાયમી ચિફ ઓફીસરની તાકીદે નિમણુંક થાય તેમ ઇચ્છી રહયાં છે. સિહોર નગરપાલિકા સતત વિવાદોથી ઘેરાયેલી રહે છે. વિપક્ષ દ્વારા અનેક ગેરરીતિના આક્ષેપો અગાઉ કરેલા છે.ચાર મહિના પહેલા નગરપાલિકાનાં કરાર આધારિત ચિફ ઓફિસર મારકણાનો કોન્ટ્રાકટ પૂર્ણ થતાં કે કે સોલંકી નામના અધિકારીને ચાર્જ સોપાયો હતો કરાર આધારિત ચિફ ઓફિસરની નિમણુક કરવામાં આવી હતી.

તે થોડા સમય રહ્યા બાદ તેઓની બદલી પેટલાદ ખાતે થઈ હતી જેઓ ચાર્જ છોડી દીધા બાદ હાલ ઇન્ચાર્જ અધિકારી હેઠળ પાલિકા ચાલી રહી છે સિહોર નગર પાલિકામાં ઘણા વર્ષોથી કાયમી ચીફ ઓફિસરની નિમણૂક કરવામાં આવી નથી માત્ર કરાર આધારિત ચિફ ઓફિસર અને અન્ય નગર પાલિકાના ચીફ ઓફિસરને ચાર્જ આપીને નગરપાલિકા ચલાવાઇ રહી છે. જેથી લોકોના કામ પણ સમયસર થઇ શકતા નથી. હાલમાં સિહોર નગરપાલિકામાં ઇન્ચાર્જ ચિફ ઓફિસરથી ગાડુ ગબડાવાઇ રહ્યું છે તંત્ર દ્વારા નગરપાલિકામાં વહેલી તકે કાયમી ચીફ ઓફિસરની નિમણૂક કરવામાં આવે તેમજ કડક અધિકારી મુકવામાં આવે તેવું લોકોની માંગણી છે