સિહોર જ્ઞાનગંગા વિદ્યાસંકુલ સંચાલિત સમર્થ વિદ્યાલય ખાતે સંગીત દિવસની ઉજવણી

હરિશ પવાર
સિહોર જ્ઞાનગંગા વિદ્યાસંકુલ સંચાલિત સમર્થ વિદ્યાલયમાં આજે શાળા કક્ષાએ દરેક ધોરણમાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અનોખી રીતે 25 ડિસેમ્બરની જ્ઞાન સંગીત ઉત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી હતી . તથા જ્ઞાન સંગીત ઉત્સવ ની ઉજવણી મ્યુઝીક ઓફ ધોળકીયા સંસ્થા દ્રારા કરવામાં આવી.

જેમાં બાળકોને બાળગીત , લોક સાહિત્ય , દેશભક્તિ ગીત ની પ્રસ્તુતિ મહેશભાઈ પરમાર તથા તેમની ટીમ દ્રારા ઉત્સાહપૂર્વક કરવામાં આવી . આ કાર્યકર્મને સફળ બનાવવા શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.