સિહોર શહેરના વડલાચોક થી મેઇન બજાર રોડનું રીપેરીંગ કામ શરૂ : રાહદારીઓને થશે હાશકારો

હરિશ પવાર
ચોમાસા દરમિયાન અનેક રોડ રસ્તાઓની હાલત એકદમ બિસમાર અને કફોડી બની છે રોડ રસ્તાઓ ખરાબ હોવાના કારણે વારંવાર અકસ્માતની ઘટનાઓ બની છે ત્યારે સિહોર નગર પાલિકા દ્વારા રોડ રસ્તાઓ રીપેરીંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે સિહોરના વડલાચોકથી મેઇન બજાર મોટાચોક સુધીનો મેઇન રોડ અંદાજે દસ વર્ષ પહેલાં બનાવાયો હતો.

જે આજના દિવસે બિસમાર અને ખખડજ બન્યો છે નગરપાલિકા દ્વારા અહીં રોડ માર્ગને પણ રીપેરીંગ હાથ ધરાયુ છે શહેરના બસ્ટેન્ડ ખાંચાથી સરકારી હોસ્પિટલ સુધીમાં હાલ રીપેરીંગ શરૂ કરાયું છે જેના કારણે રાહદારીઓને હાશકારો થશે આવતા દિવસોમાં મોટાચોક સુધીમાં જ્યાં પણ રોડ રીપેરીંગની જરૂરિયાત હશે ત્યાં રીપેરીંગ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે