સિહોરમાં ઠંડીમાં સુતેલા નિરાધારો ને ધાબળાની હુંફ પુરી પાડી ઉજવણી કરતું નિજાનંદ પરિવાર

બ્રિજેશ ગોસ્વામી
આજના યુવાધન ૩૧ મી ડિસેમ્બર ને ડાન્સ,શરાબ સાથે ઉજવી રહ્યું છે.ત્યાં અમુક યુવાનો સંસ્કાર,સેવા અને પ્રેરણા આપતું નવા વષઁની ઉજવણી કરી ને સમાજના યુવાનોને એક નવી પ્રેરણા આપેલ છે. ૨૦૧૫ ના વષઁથી નાત જાતના ભેદભાવ વગર કામ કરતી સંસ્થા નિજાનંદ પરિવાર ભાવનગર દ્રારા

સિહોર માં ૩૧ મી ડિસેમ્બર રેલ્વે સ્ટેશન ,ક્રિકેટ છાપરી અને સિહોરના જુદાજુદા વિસ્તારોમાં રાત્રે સુતેલા ગરીબ લોકોને ધાબળા ઓઢાડીને નવા વર્ષનુ સ્વાગત કયું હતું. સિહોર માં ધાબળા ની હુફ આપવાની કામગીરી માં નિજાનંદ પરિવાર ના સુનિલભાઈ બારોટ, દિપકભાઈ નાથાણી સિહોર દ્રારા વિશેષ જહેમત ઉઠાવી હતી.