વોર્ડ નં 6 ની ભાજપ માંથી ચૂંટાયેલા પ્રીતિબેન વાઘેલાનું દુઃખદ નિધન : બ્રેઈસ્ટ્રોક ઘાતક નીવડ્યો : નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન હતા, હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

હરિશ પવાર
સિહોર નગરપાલિકા વોર્ડ નં 6 વિસ્તારના નગર સેવિકા પ્રીતિબેન વાઘેલાનું દુઃખદ નિધન થતા પરિવારમાં ઘેરો શોક વ્યાપ્યો છે ૨૦૧૭ ની ગત નગરપાલિકા ચૂંટણીમાં ભાજપના નગરસેવીકા તરીકે વોર્ડ નં ૬ વિસ્તારમાંથી ચૂંટાઈ આવેલ પ્રીતિબેન વાઘેલા બ્રેઈસ્ટ્રોક આવતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા જેઓએ આજે હોસ્પિટલ બિછાને અંતિમ શ્વાસ લીધા છે પ્રીતિબેનના અવસાનથી તેઓના પરિવાર સાથે શહેર ભાજપમાં દુઃખની લાગણી પ્રસરી છે.