સિહોરના રીક્ષા ચાલક આસિફ મહેતરે સોનાની બૂંટી મળતા મૂળ માલિકને કરી પરત

દેવરાજ બુધેલિયા
કોરોના મહામારીનો માર સહયા બાદ પણ હજુ પણ એવા લોકો છે જેની ઈમાનદારી અડીખમ ઉભી છે. સિહોરના એક રીક્ષા ચાલક આસિફ મહેતર કે જે સિહોર ભાવનગર વચ્ચે રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. પોતાની રિક્ષામાંથી એક સોનાનું બુટિયું મળતા તેને શંખનાદ નો સંપર્ક કરીને મૂળ માલિક ને મળે તેવી વાત કરતા આ વાતને સંપર્ક

સૂત્ર સાથે લોકો સુધી સંદેશ પહોંચાડતા મૂળ મલિક જીગ્નેશ કૌશિકભાઈ મકવાણા કે જેઓ સિહોર નગરપાલિકામાં કામ કરે છે તેમને શંખનાદ નો સંપર્ક કરી નિશાની બતાવી સોનાનું બુટિયું પરત આપવામાં આવ્યું હતું. બે દિવસ પૂર્વે ભાવનગર થી પરત આવતા જીગ્નેશભાઈના પત્નીનું બુટિયું રીક્ષામાં પડી ગયેલ હતું. જે આજે રિક્ષાચાલક દ્વારા તેમને પરત આપતા એક ઈમાનદારી ની મિસાલ દાખવી હતી.