રોડ રસ્તા પાણી અને લોક ઉપયોગી યોજનાઓમાં તાકીદ કરવાની વિપક્ષની માંગ, PMYAG યોજના અંતર્ગત સરકાર પાસે ગ્રાન્ટ નહીં હોવાને કારણે બીજો હપ્તા ના ફાફા, વિપક્ષ નેતા કરણસિંહની ટકોર ગ્રાન્ટ નો હોય તો યોજના અમલમાં શા માટે મુકો છો.?

પલ્લવી મહેતા
સિહોર તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી આજની સભામાં શાશક પક્ષ સામે વિપક્ષ આક્રમક દેખાયો હતો વિપક્ષ નેતા કરણસિંહ મોરી દ્વારા શાશક પક્ષ અને અધિકારીઓ આડે હાથ લીધા હતા આરોગ્ય તેમજ કાજાવદર થી ખારી સુધીના રોડ બાળ વિકાસ યોજનાની માહિતી દરેક લોકો સુધી પહોંચે તે બાબતે યોગ્ય પગલાં ભરવા તેમજ છેવાડા ના માણસ સુધી યોજના લાભ મળે

તે બાબતે તાકીદ કરવાની માંગ કરી હતી તાલુકા પંચાયત સદસ્ય જાહિદખા દ્વારા અધિકારીઓને ઉધડો લેતા અધિકારીઓ દ્વારા પ્રશ્નો જવાબ આપી શકેલ નહીં લેતા દરેક જગ્યા ભ્રષ્ટાચાર સિવાય બીજી કોઈ વાત થતી નથી, સદસ્ય સુખાભાઈ દ્વારા ગ્રામ પંચાયત દ્વારા કરેલ કામો ના ઝડપી ચૂકવવા માંગણી કરવામાં આવેલ આજની સામાન્ય સભામાં પ્રશ્નો કે ગામ તળ માં ગરીબો ને મફત પ્લોટ ફાળવવા

તેમજ રોડ રસ્તા મુખ્ય પ્રશ્નો રહેલ,વિપક્ષ દ્વારા પ્રશ્નો મારો ચલાવતા જિલ્લા પ્રમુખ દ્વારા ટકોર કરવામાં આવતા કે પ્રશ્નો માટે ટાઈમ ઓછો ફાળવવા તેમનો વિપક્ષ નેતા કરણસિંહ મોરી દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવેલ જયારે 3 મહિને એક વાર સભા મળતી અને લોકો ની સમસ્યા નું નિરાકરણ ન આવતું હોય તો સભા શા માટે કરવી તેવી રજુઆત કરવામાં આવેલ

આજના મુખ્ય પ્રશ્ન માં તાઉતે વાવા ઝોડા દરમિયાન પ્રી મોન્સૂન કામગીરી માં અમુક ચોક્કસ પ્રકાર એજન્સી ને જ સોંપવામાં આવેલ છે અને કામગીરી કર્યા વગર બિલ પણ પણ બની ગયા નો ખુલ્લો આક્ષેપ કરણસિંહ મોરી દ્વારા કરવામાં આવેલ ત્યાર બાદ તટસ્થ તપાસ કરી ને જ બિલ ચુકવવામાં આવે તેવી માંગણી વિપક્ષ દ્વારા કરવામાં આવી હતી