સિહોર માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રસીકરણ કેમ્પ યોજાયો

પલ્લવી મહેતા
કોરોનાની ત્રીજી લહેર સામે લોકોને વધુ સુરક્ષિત કરવા માટે થઈને સરકાર દ્વારા બુસ્ટર ડોઝ તેમજ જેમને રસીકરણ બાકી છે તેમના માટે થઈને રસીકરણ કેમ્પો ચલાવી રહી છે. જેમાં સિહોરમાં અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લાલજી મંદિર વખાર વાળા ચોક ખાતે આજે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જે લોકોને પેલા બીજા ડોઝ બાકી હતા તે લોકોને રસીકરણ કરવામાં આવ્યું હતું. આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોએ આ રસીકરણ કેમ્પનો લાભ લીધો હતો.