હત્યારાઓને ફાંસીની સજાની માંગ, પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મામલતદાર કચેરી ખાતે લોકો એકઠા થયા, કિશન હત્યારાઓને ન્યાયની માંગ

હરિશ પવાર
ઘંઘુકામાં થોડા દિવસ પહેલા થયેલ કિશન ભરવાડ નામના યુવાનની હત્‍યાના વિરોઘમાં આજે સિહોર શહેરની બજારો બપોર પછી સજ્જડ બંધ રહી છે અને આવેદનપત્ર સાથે રજૂઆતો સાથે હત્યારાઓને આકરી સજાની માંગ થઈ છે થોડા દિવસ પૂર્વ ઘંઘુકા ગામમાં કિશન ભરવાડ નામના યુવાનને વિધર્મી યુવાનોએ ષડયંત્ર રચી સરાજાહેર ગોળીઓ ધરબી દઈ નિર્મમ હત્યા કરી હતી જેના ઘેરા પ્રત્‍યાઘાતો સમગ્ર રાજયમાં પડયા હોય તેમ ઠેર ઠેર શહેરો અને તાલુકામાં દેખાવો અને ઉગ્ર વિરોઘ પ્રદર્શનો થઇ રહ્યા છે. જેમાં આજે કિશનની હત્‍યાના વિરોઘમાં સિહોર શહેરની મુખ્ય બજાર બપોર પછી જડબેસલાક બંધ રહી હતી બપોર પછી બંઘને નગરજનોનો અભૂતપૂર્વ સારો સહકાર અને સમર્થન મળ્યું હતું .

આ તકે હવે કોઈપણ ઉપદ્રવીઓ દ્રારા આ પ્રકારની નિર્મમ હત્યાઓને અંજામ આપતા સૌ વખત વિચારે તેવી દાખલારૂપ કડક સજા કિશનના હત્‍યારાઓ સામે કરવા નગરજનોએ લાગણી વ્‍યકત કરી હતી જયારે કિશનની હત્‍યાના વિરોઘમાં હિન્દુ સંગઠનના યુવાનો દ્વારા પ્રાંત અઘિકારીને આવેદનપત્ર આપેલ કિશનના હત્‍યારાઓને ફાંસી આપવાની માંગ કરતા સુત્રોચ્‍ચાર કર્યા હતા પ્રાંત અઘિકારીને આવેદનપત્ર પાઠવી હત્‍યાનું ષડયંત્ર રચનારા અને અંજામ આપનારા તમામ લોકો સામે ઉંડાણપૂર્વક તપાસ કરી દાખલો બેસે તેવી કડક સજા કરવાની માંગ કરી હતી કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે પોલીસે સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો