વારંવારની રજુઆત છતાં પરિણામ શુન્ય, વાહન ચલાવવું મુશ્કેલ, પગપાળા ચાલી શકાય તેવી સ્થિતિ આ રોડની રહી નથી, ભંગાર જેવી રોડની સ્થિતિ

હરિશ પવાર
સિહોર ટાણા તરફ જોડતો શહેર વિસ્તારનો માર્ગ બિસ્માર બન્યો છે ટાણા ચોકડી થી સુરકાના દરવાજા લીલાપીર રોડની વર્ષોથી ભંગાર જેવી સ્થિતિ છે અને ખાડાઓની ભરમાર જોવા મળે છે હજુ સુધી આ માર્ગ બાબતે તંત્ર કે નેતાઓએ ધ્યાન નહી આપતાં ખાસ ગામડાઓ તરફથી આવતા વાહન ચાલકો સાથે લોકોમાં રોષ ભભૂક્યો છે.

સિહોર ટાણા તરફ જતા માર્ગે ૨૫ થી વધુ ગામોના લોકો અવરજવર કરી આ માર્ગનો ઉપયોગ કરે છે. ટાણા ચોકડી, સુરકા દરવાજા, લીલાપીર વિસ્તારમાં ઊંડા ખાડાઓની વણજાર લાગેલી જોવા મળે છે કોઈ મોટી દુર્ઘટના સર્જાઇ લોકોને પરેશાની ઉભી થાય તે પહેલા આ બિસ્માર માર્ગને થીગડ થાગડ અને કમરતોડ ખાના વિનાનો બનાવવો જરૂરી છે. આથી માર્ગ મકાન વિભાગ અને નગરપાલિકા આ બાબતે ધ્યાન આપે તેવી લોકમાંગ છે.