આતે કેવી કમનસીબી, એક તરફ દીકરાના લગ્ન બીજી તરફ પિતાનું અચાનક અવસાન, લગ્ન ભરેલ દિકરાએ પિતાને આપી, પરિવારમાં હૈયાફાટ રુદન

હરિશ પવાર
ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શુ થવાનું આવી જ કહેવતો સાચી પડતી અનેક વાર જોઈ છે ત્યારે કુદરત ઉપર ફિટકાર થઈ આવે કે આવું તે કઈ હોતું હશે ઈશ્વર સિહોરના ખારાકુવા ચોકમાં રહેતા દિનેશભાઇ મોહનભાઇ મકવાણા પોતાના દિકરા ભાવેશના લગ્નની તૈયારીઓમાં હરખભેર લાગેલા હતા. ત્યારે દિકરાના માંડવા એક દિવસ પૂર્વે જ પિતા દિનેશભાઇ ને હૃદયરોગ નો હુમલો આવતા દવાખાને ખસેડવામાં આવેલ.

જ્યાં દિકરા ભાવેશની જાનના સપના જોતા પિતા અનંતની વાટ પકડી લેતા મકવાણા પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હતું. લગ્ન ગીતોથી ગુંજતું ઘર અચાનક જ મરશિયા માં ફેરવાઈ ગયું હતું. કોણ કોને છાનું રાખે તેવી સ્થિતિ બનતા ઉપસ્થિત સૌ કોઈના હૈયા ભરાઈ આવ્યા હતા. પીઠી ભરેલો વરરાજા નવજીવનમાં પગલાં માંડે એ પહેલાં જ કુદરતે કરુણતા સર્જી દીધી હતી સમગ્ર પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી છે