સિહોર ખાતે સિપાઈ સમાજ અને જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા વ્યસન મુક્ત ચિત્ર સ્પર્ધા કાર્યક્રમ યોજાયો

હરિશ પવાર
સિહોર ખાતે આવેલ યકિનશાબાગ ખાતે ગુજરાત સિપાઈ સમાજ ટ્રસ્ટ અને સિહોર સિપાઈ સમાજ દ્વારા આયોજિત આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત ભાવનગરના સહયોગથી યકીનશાબાગ સિપાઈ જમાતખાના હોલ સિહોર ખાતે વ્યસન મુક્ત ભાવનગર સંદર્ભે વ્યસનમુક્તી સેમિનાર અને બાળકોમાં ચિત્ર દ્વારા વ્યસનમુક્તી ની સમજણ માટે ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ..આ સ્પર્ધામાં બહોળી સંખ્યામાં વિધાર્થી ઓ એ લાભ લીધેલ,.તેમજ આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઈનામ આપી સન્માનિત કરેલ.

આ કાર્યક્રમને સફળ બનાવવા ભાવનગર જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી. ડૉ. પરવેઝખાન પઠાણ વ્યસન મુક્તિ વિષય ઉપર માર્ગદર્શન આપેલ .આ સાથે સિહોર તાલુકા આરોગ્ય વિભાગ ના સુપર વાઈઝર.અનિલભાઈ પંડિત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ગુજરાત સિપાઈ સમાજ ટ્રસ્ટના સેક્રેટરી અજીજભાઈ ચૌહાણ, સમીરભાઈ બેલીમ, અબ્બસભાઈ પઢિયાર, સિરાજખાન પઠાણ, વકારભાઈ પઢિયાર, તેમજ સિહોર સિપાઈ સમાજના પ્રમુખ રસિદભાઈ પઢિયાર સહિત સમાજ ના આગેવાનો,મહાનુભાવો. આમંત્રિતો,હોદેદારો , કાર્યકરો સહીત ખાસ ઉપસ્થિત રહ્યા હતા.