આ સુવિધાની તાકીદે જરૂરિયાત, ચિંતાજનક રીતે કિડની પેશન્ટો વધી રહ્યા છે, દર્દીઓને ભાવનગર સુધી ધક્કાઓ રહે છે, ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ પરેશાન પરેશાન છે, ત્યારે સામાજિક રાજકીય સંસ્થાઓ આગળ આવે તે જરૂરી

મિલન કુવાડિયા
આજકાલ કિડનીને લઈને લોકોને અનેક સમસ્યાઓ થઈ રહી છે ત્યારે કિડનીને સ્વસ્થ રાખવા ડાયાલિસિસ માત્ર વિકલ્પ છે કિડનીની સમસ્યાનો સામનો કરી રહેલા દર્દીઓમાં ડાયાલીસીસ અતિ જરૂરીયાત રહેતી હોય છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં એકાદ ડાયાલીસીસ સેન્ટર શરૂ થાય તે અતિ જરૂરી છે. સિહોર ઉપરાંત આજુબાજુ વિસ્તારના ડાયાલીસીસના દર્દીઓ ભાવનગર સર્ટી હોસ્પિટલમાં તથા પ્રાયવેટ હોસ્પિટલો અથવા તો સેન્ટરોમાં સારવાર માટે જવુ પડતું હોઈ છે છેલ્લા થોડા સમયથી દર્દીઓનો વધારો દેખાઈ રહ્યો છે જેની સામે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે ડાયાલિસસના એક દર્દીને સારવાર માટે ઓછામાં ઓછા આઠથી દસ કલાક લાગી રહ્યા છે ત્રણ ચાર કલાકે વારો આવે છે ડાયાલીસીસ પ્રોસેસ કરવામાં બીજા ત્રણ ચાર કલાક થતા હોય છે.

ગ્રામ્ય વિસ્તારોમાં આવવા જવાના બે કલાક જેવો સમય લાગે છે અને દર્દીના એક સગાને પણ સાથે રહેવાનું હોઈ છે ત્યારે આ સારવાર માટે ઓછામાં ઓછા આઠથી દસ કલાક લાગી રહ્યા છે દર્દીઓ સાથે તેમના પરિવારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જેના કારણે સિહોર પંથકમાં કિડની ના દર્દીઓ તથા તેમનાં પરિવારોમાં ડાયાલીસીસ સેન્ટર શરૂ કરવાની માંગ ઉઠી છે આ માટે શહેરની સામાજિક સંસ્થાઓ રાજકીય પક્ષો એક જૂથ થઇ આગળ આવે તે અતિ જરૂરી છે અને સરકાર કે તંત્ર સિહોર કે આજુબાજુ વિસ્તારોમાં ડાયાલીસીસ સેન્ટર શરૂ કરે તો સિહોર પંથક સાથે પાલીતાણા, ઉમરાળા, વલ્લભીપુર વિસ્તારના દર્દીઓને રાહત થાય તેમ છે