આખો મામલો તારાપુરનો છે, આજે રજુઆત કર્તાનો આરોપ છે કે પોલીસ અને બુટલેગરની મિલીભગતના કારણે વિજય બારૈયા ઉપર ખોટી ફરિયાદ કરવામાં આવી છે, પોલીસ દ્વારા ભેદભાવ ગેરવ્યાજબી ગેરવર્તન કરાયું છે

હરિશ પવાર
સિહોર ખાતે આજે કોળી સમાજ આગેવાનોએ આક્રોશભેર રજુઆત કરી કલ હમારા યુવા સંગઠન પ્રમુખ વિજય બારૈયાના સમર્થનમાં રસ્તા પર ઉતરી જવાની વાત કરી છે જોકે સમગ્ર મામલો તારાપુરનો હોવાનું કહેવાયું છે આવેદનમાં ઉલ્લેખ છે કે કોળી સમાજના સામાજીક કાર્યકર અને કલ હમારા યુવા સંગઠન ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિજય બારૈયા ઉપર તારાપુર વિસ્તારના અસામાજીક તત્વો દ્વારા ખોટી રીતે ફસાવવા માટે કાવતરું કરીને હેરાનગતિ કરવામાં આવી છે.

ખોટી ફરિયાદ કરીને જૂની અદાવતો રાખીને હેરાન કરવામાં આવી રહ્યાં હોવાનો પર આરોપ મુકાયો છે સતત કાર્યશીલ કર્મશીલ સામાજીક આગેવાન સાથે ગેરવર્તણુક નિંદનીય છે અને સમગ્ર મામલે જવાબદારો સામે યોગ્ય પગલાં લેવામાં નહિ આવે તો ગાંધીચીધ્યા માર્ગે આંદોલન પણ કરવામાંની પણ ચીમકી ઉચ્ચરાઈ છે સમગ્ર મામલે ઘટતું કરવા આજે સિહોર મામલતદાર મારફત ગૃહમંત્રી સુધી વાતને પોહચાડી તાકીદે યોગ્ય કરવાની માંગ કોળી સમાજના આગેવાનોએ કરી છે