વહેલી સવારથી માતાજીના મંદિરોમાં ભાવિકોની ભીડ : વિશેષ પૂજન-અર્ચનમાં જોડાતા ભકતજનો

મિલન કુવાડિયા
સિહોર સાથે જિલ્લામાં આજથી ચૈત્રી નવરાત્રીનો મંગલમય પ્રારંભ થયો છે અને ભાવિકો દ્વારા માતાજીની આરાધના કરવામાં આવી રહી છે. ૯ દિવસ સુધી દરરોજ માતાજીના મંદિરોમાં ભાવિકોની ભીડ જામી રહી છે. વિશેષ પૂજન અર્ચનામાં ભાવિકો જોડાયા છે.આજથી પવિત્ર ચૈત્રી નવરાત્રિની શરૂઆત થઈ છે. ચૈત્રી નવરાત્રિના નવ દિવસોમાં ભક્‍તો ભાવપૂર્વક નવદુર્ગાની પૂજા અર્ચના કરે તો માતાજી તેમને મનોવાંછિત ફળ આપે છે.

નવરાત્રિના નવ દિવસ દરમિયાન નવદુર્ગાના અલગ અલગ સ્‍વરૂપોની પૂજા અર્ચના થાય છે.  પ્રથમ દિવસ પર્વતપુત્રીને સમર્પિત છે. પહેલા દિવસે ઘટ સ્‍થાપનથી પૂજાની શરૂઆત થાય છે. પૌરાણિક માન્‍યતાઓ મુજબ નવરાત્રિના પર્વમાં દેવીમાતાની આરાધના કરવાથી તે પ્રસન્ન થઈને તેના ભક્‍તોના તમામ કષ્ટોનું નિવારણ કરે છે અને તેમને સુખ, સમળદ્ધિ, આપે છે.

માતા દુર્ગા પોતાના પ્રથમ સ્‍વરૂપમાં શૈલપુત્રી તરીકે ઓળખાય છે. દેવી દુર્ગાના નવ સ્‍વરૂપમાં, શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્‍માંડા, સ્‍કંધમાતા, કાત્‍યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રી છે. નવરાત્રનો અર્થ નવ રાત થાય છે. આ નવ રાતોમાં ત્રણ દેવી પાર્વતી, લક્ષ્મી અને સરસ્‍વતીના નવ સ્‍વરૂપોની પૂજા થાય છે જેને નવદુર્ગા  કહે છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી ચૈત્ર નવરાત્રિ દરમિયાન ભક્‍તોને ઘરેથી માતાની આરાધના કરવી પડી હતી.

પરંતુ હવે કોરોનાના કેસમાં ઘટાડો થતાં ચૈત્રિ નવરાત્રિ દરમિયાન પ્રસિદ્ધ મંદિરોમાં વિશિષ્ટ અનુષ્ઠાન સહિત વિશિષ્ટ આયોજનો કરાયા છે. આજે વહેલી સવારથી માઇ મંદિરોમાં ભક્‍તોનું ઘોડાપુર ઉમટી પડ્‍યું છે. હિંદુ ધર્મશાોમાં આસો, મહા, ચૈત્ર, અષાઢ એમ ચાર નવરાત્રિનો મહિમા ગાવામાં આવ્‍યો છે. જેમાં શક્‍તિ ઉપાસના માટે શરદ તુ, વસંત તુના અનુક્રમે આસો, ચૈત્રની નવરાત્રિને વધુ ફળદાયી માનવામાં આવી છે.