કોરોનાના કેસો નહીવત હોવાથી લગ્નસરાની સીઝન જામશે : લગ્નસરાને લગતા ઘંઘાઓમાં હાલના સમયમાં તેજીનો માહોલ

હરિશ પવાર
સિહોર શહેર અને જિલ્લામાં લગ્નસરાની મોસમ આવી રહી છે. ત્યારે શહેરીજનો લગ્નસરીની ખરીદીમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. લગ્નને લગતા ઘંઘામાં પણ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોનાના કેસ નહીવત હોવાથી આ વખતે શહેરીજનો હોશે હોશે લગ્નસરાની મજા માણી શકશે શહેર અને જિલ્લામાં ફરીથી લગ્નસરાની મોસમ આવી રહી છે. એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં ૪૯ જેટલા શુભમુહર્ત બની રહ્યા છે. ત્યારે એપ્રિલ મહિનાના શુભ મુહર્તની વાત કરવામાં આવે તો ૧૫, ૧૬, ૧૭, ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૩, ૨૪, ૨૭ શુભ મુહર્ત છે. એમ આ મહિનામાં ૧૦ દિવસોમાં લગ્નસરાના શુભ મુહર્ત હોવાથી શહેરમાં ચારેકોર શહેણાઈની ગુજ સાંભળવા મળશે .જોકે હિન્દુ સંસ્કૃતિ અનુસાર આપણા દરેક કાર્યોની શુભ શરૂઆત ચોધાડિયા અને શુભ દિવસ જોઈને નક્કી કરવામાં આવે છે.

તેથી ૧૪ મી એપ્રિલ બાદ શુભ કાર્યોની શરૂઆત કરાશે. ત્યારે કોરોનાના બે વર્ષ બાદ સરકાર દ્વારા છુટછાટ મળતા મર્યાદીત સંખ્યા હોવાથી લોકો મજા માણી શકતા નહાતા. તો અમુક લોકો કોરોનાના ભયને લીધે લગ્ન પ્રસંગોમાં જવાનું ટાળતા હતો. આ વખતે કોરોનાના નહીવત કેસોને કારણે લગ્નસરામાં લોકો મજા માણી શકેશે. શહેરીજનો પણ હોશહોશે લગ્નસરાની મજા માણશે. દર વર્ષ ઉનાળામાં લગ્નસરાની મોસમ પુરબહારે ખીલતી હોય છે. ત્યારે આ વર્ષે ૧૪ મી એપ્રિલ બાદ લગ્નસરાની મોસમ જામશે. ત્યારે શહેરના લગ્નસરાને લગતા ઘંઘાઓમાં પણ હાલના સમયમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરીજનો લગ્નની ખરીદીમાં વ્યસત બન્યા છે. આ વર્ષે શહેરીજનો ઉત્સાહપૂર્વક લગ્નસરાની મજા માણી શકશે.