આજના વિશેષ દિવસે આંબેડકર ભવન બનાવવા માટે સિહોર ખાતે ખાતમુહૂર્ત થયું ; 3 કરોડની જમીન 40 લાખના ખર્ચે અદ્યતન બનશે આંબેડકર ભવન ; નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમના હસ્તે ભૂમિપૂજન થયું

હરિશ પવાર
દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશના પ્રથમ કાયદા મંત્રી અને બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી છે જોકે સિહોર માટે આજના દિવસે ખાસ ઉજવણી થઈ છે કારણે અહીં અંદાજે 3 કરોડની જમીનમાં 40 લાખના ખર્ચે આંબેડકર ભવન બનવા જઈ રહ્યું છે અને જેનું ભૂમિપૂજન આજના આંબેડકર જયંતિના દિવસે થયું છે 14 એપ્રિલ 1891ના રોજ જન્મેલા બાબાસાહેબની 131મી જન્મજયંતિ આ વર્ષે ઉજવવામાં આવી રહી છે.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજીએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની સાથે સમગ્ર રાષ્ટ્ર માટે બંધારણ બનાવવાની જવાબદારી પણ ઉપાડી હતી.

દર વર્ષે બાબાસાહેબની જન્મજયંતિ નિમિત્તે લોકોને જાગૃત કરવામાં આવે છે. દર વર્ષે દેશભરના ઘણા રાજ્યોમાં તેમની જન્મજયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે આ ઉજવણી સિહોરમાં માટે ખાસ વિશેષ બની છે કારણકે સિહોરમાં ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવનનું ખાતમુહૂર્ત થયું છે સુંદર અને વિશાળ ભવન અહીં જઈ રહ્યું છે.નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમના હસ્તે ભૂમિપૂજન થયું છે આ પ્રસંગે નકુમે જણાવ્યું હતું કે મુખ્‍યમંત્રી ભુપેન્દ્રભાઈના સબળ નેતૃત્વ વિકાસ કામોની વણઝાર લાગી છે તેમજ લોકકલ્‍યાણની યોજનાઓ, સરકારની આમ નાગરિકો પ્રત્‍યેની સંવેદનશીલતા અને સૌનો સાથ

સૌનો વિકાસની નેમ સાથે સિહોરમાં અદ્યતન આંબેડકર ભવન બનવા જઈ રહ્યું છે ત્યારે આજના બાબા સાહેબ આંબેડકર જયંતીના વિશેષ દિવસે ખુશી અનુભવી રહ્યો છું.અહીં નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમ, ડાયાભાઈ રાઠોડ, હંસાબેન પરમાર, વિજયભાઈ પરમાર દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઈ લંગાલિયા, સિહોર શહેર ભાજપ પ્રમુખ ડી.સી.રાણા, તેમજ તમામ નગરસેવકો ચીફ ઓફિસર મારકણા સહિત ખાસ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ નું સંચાલન એન્જીનીયર નીતિનભાઈ પરમારે કરેલ કર્યું હતું