સિહોર શહેરમાં દલિત સમાજ સાથે ભાજપ કોંગ્રેસ દ્વારા બંધારણના ઘડવૈયા-મહાપુરૂષની જન્‍મજયંતિની ઉજવણી

ક્રાંતિકારી વિચારોના જનક ડો બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિએ અનેક કાર્યક્રમોનું આયોજન, રેલી ભાવવંદના, પુષ્પાજલી સહિત અનેક કાર્યક્રમો

તમામ તસ્વીર : પવાર
સિહોર સહિત પંથકમાં બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની જન્‍મજયંતિની આજે ભવ્‍યતાથી ઉજવણી કરવામાં આવી રહી છે.આજે ‘ડો. બાબાસાહેબ આંબેડકર અમર રહો..ના ગગનભેદી નાદ ગુંજ્‍યા છે સિહોર કોંગ્રેસ, ભાજપ અને દલિત સમાજ દ્વારા રેલી, પુષ્‍પાંજલી સહિત અનેક સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા.

સિહોરમાં આજે બાબાસાહેબ આંબેડકર જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમો દરમિયાન રેલી – ભાવવંદના સાથે આંબેડકરચોકમાં આવેલ તેમની પ્રતિમા ખાતે ફુલહાર કરાયા હતા દિવસભર જય ભીમ’, ‘બાબા સાહેબ આંબેડકર અમર રહો’ ના નારાઓથી માર્ગો ગજાવાયા હતા. ઉલ્લેખનીય છે.

સમસ્‍ત ભારત દેશનું બંધારણ ઘડનારા અને ભારત રત્‍ન એવા બાબા સાહેબ આંબેડકરે ભારતનું બંધારણ ઘડીને દેશને ઉંચાઇના શીખર ઉપર સ્‍થાપીત કરવાનું કામ કરેલ છે, એ દલીત સમાજના મસીહા આંબેડકર સાહેબના નિર્વાણ દીને આ મહા નાયકના જીવનમાંથી પ્રેરણા લઇ સૌ કોઇએ બાબા સાહેબના જીવનમાંથી બોધપાઠ લઇને આપણા દેશનું અમુલ્‍ય બંધારણ જાળવી રાખવા પ્રયત્‍ન કરવો જોઇએ