મોંઘવારીમાં ખેતી ખર્ચાળ, પેટ્રોલિયમ પેદાશોનો ભાવ વધારો પડયા પર પાટુ, ખેતર-વાડીએ જવા તેમજ ખેતર ખેડવાથી માંડીને અન્ય કામોમાં પણ બળદગાડાનો વપરાશ વધારાયો


હરિશ પવાર
હાલ દિવસ ઉગે એટલે પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે.આમ પહેલા ખેતીમાં આાધુનિકતા નહોતી ત્યારે ખેડુતો પોતાની ખેતી જાત મહેનત તેમજ બળદ તેમના બળદ ગાડા દ્વારા કરવામાં આવતી જેમાં ખેતર ખેડવાથી લઈને પાકની લણણી પણ આવા સાધનો દ્વારા કરવામાં આવતી.ત્યારબાદ ખેતીમાં  આાધુનિકતા આવતા બળદ ગાડાના ઉપયોગ ના બદલે આાધુનિક સાધનોનો ઉપયોગ ખેડુતો કરતા થયા.

આમ હાલ ડિઝલનો તેમજ પેટ્રોલનો ભાવ આસમાને પહોંચી રહ્યો છે.ત્યારે ટ્રેકટર જેવા સાધનો ઉપયોગ કરવો મુશ્કેલ પડે છે ત્યારે ખેડૂતો ફરી એક વખત પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે નમતુ જોખીને વાડીએ તેમજ ખેતરે જવા બળદગાડાનો ઉપયોગ કરવા લાગ્યા છે સિહોરના ખાંભા ગામના ખેડૂત ઘનશ્યામભાઈ જણાવી રહ્યા છે કે હાલ ડીઝલ પેટ્રોલના ભાવ વાધારા થકી ખેડુતોની કમર ભાંગી નાખી છે.

ખેડુતોને ખેતર ખેડવાથી લઈને વાવણી, પાળા બાંધવા, વિખેડા કાઢવા, અમુક પાકો તૈયાર થઈ જાય ત્યારે ઉખડવા,પાકને લણવા સહિતનું કામ ટ્રેકટર દ્વારા કરવામાં આવતું હોય છે.આમ ડીઝલના ભાવો સો રૂપિયાની આસપાસ પહોંચવા આવ્યો છે.આમ આ પેટ્રોલિયમના ભાવોમાં ધડખમ વધારો થઈ રહ્યો છે.પેટ્રોલ-ડીઝલ સાથે રાંધણ ગેસ સાથે ખાદ્ય સામગ્રીના ભાવમાં પણ ઉછાળો આવી રહ્યો છે ખેતીમાં ઝડપ લાવવા આવા આાધુનિક સાધનોનો ઉપયોગ કરવો પડશે પણ તેમાં કાપ મુકવાની ફરજ પડશે.

જેમાં પહેલા પશુઓ માટે ચારો વાડીએાથી લઈ જવો તેમજ થોડું-જાજુ કામ હોય તો ટ્રેકટરનો ઉપયોગ કરવામાં આવતો હતો. હાલ આ પેટ્રોલિયમના ભાવ વાધારાના કારણે આવા કામો ગાડા વડે કરવા લાગ્યા છીએ તેમા પણ એક બળદ વાળા ગાડા નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી કરીને એક બળદ હોવાથી માવજત ઓછી કરવી અને ચરો-ચાર પણ ઓછો જોઈએ. આમ ડીઝલના ભાવ વાધારાને પહોંચી વળવા આવું આયોજન ફરજીયાત કરવું પડે છે તેવું ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું.