સિહોરના સેવાભાવી અનિલ મહેતાએ તંત્રનું ધ્યાન દોરી તાકીદે ઘટતું કરવાની માંગ કરી ; બિન ઉપયોગી કૂવો અને બાજુમાં બરોબર પ્રાથમિક શાળા છે કોઈ મોટી દુર્ઘટનાની દહેશત છે તાકીદે યોગ્ય કરો ; અનિલ મહેતા

હરિશ પવાર
સિહોરમાં કંસારા બજાર હનુમાનધારા પાસે આવેલ બિન ઉપયોગી દેદાજીકુવા તરીકે જાણીતો જોખમી કૂવો મોત સમાન ઉભો છે કુવાની બાજુમાં આવેલી પ્રાથમિક શાળા પાસેનો ખુલ્લો કૂવો કયારેક નાના બાળકો માટે જોખમરૂપ બની શકે તેમ છે. આ અંગે અનિલ મહેતાએ તંત્રને શાળા પાસે આવેલ ખુલ્લો કૂવો પુરવા રજુઆત કરી છે અહીં કુવાની બાજુમાં જ પ્રાથમિક શાળા આવેલી છે. આ શાળામાં નાના બાળકો અભ્યાસ કરે છે. બાળકો રિશેષના સમયે રમતા રમતા ખુલ્લા કૂવા પાસે આવી જાય છે.

અત્યારે કૂવાની અંદર કચરો તથા જીવ જંતુઓ પુષ્કળ પ્રમાણમાં છે. જેથી કૂવાની પાસે બાળકો રમતા હોય છે અને કયારેક અજાણતા ખુલ્લા કૂવાની અંદર પડે તો દુઘટર્ના બની પણ શકે છે ત્યારે જાગૃત અનિલ મહેતાએ ખુલ્લો કૂવો પુરવા અથવા શાળા પાસેના ખુલ્લા કૂવાને લોખંડની જાળીથી ઢાંકી દેવામાં આવે તેવી માંગ પણ કરી છે હાલ પ્રાથમિક શાળા પાસે આવેલ ખુલ્લો કૂવો બાળકો માટે જોખમી બને તેવી શકયતા છે પ્રાથમિક શાળા પાસે ખુલ્લો કૂવો બાળકો માટે મોતના કૂવા સમાન સાબિત થાય તેવી દહેશત ઉભી થઇ છે