7 લાખની કિંમતના લોખંડના સળીયા ખરીદી પૈસા ન ચૂકવ્યા હોવાની ફરિયાદ દાખલ થઈ હતી

હરિશ પવાર
સિહોર પોલીસ સ્ટેશનમાં અરવલ્લી જિલ્લાના મોડાસાના શખ્સ વિરુદ્ધ લોખંડના સળીયાની ખરીદી કરી પેમેન્ટની ચુકવણી ન કરી હોવાની ફરિયાદ દાખલ થઈ હતી. જેમાં આરોપી પોલીસ ચોપડે વોન્ટેડ હોય જેને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તથા પેરોલફર્લો સ્કવોડની ટીમે મેઘરજથી ઝડપી પાડ્યો હતો. તેમજ આરોપીને સિહોર પોલીસને સોંપ્યો હતો. આ સમગ્ર બનાવ અંગે એલસીબી કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર મૂળ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં રહેતા રહીમ ગફુર ભાયલા ઉ.વ.50 એ સિહોરમાંથી લોખંડના સળીયા ખરીદી પૈસા ન ચુકવી છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ દાખલ થઈ હતી. આ ફરિયાદ બાદ આરોપી નાસતો-ફરતો હોય જે અંગે એલસીબી તથા પેરોલફર્લો સ્કવોડને ચોક્કસ બાતમી મળતા ટીમે મેઘરજ ગામે નવી ફળી ઘાંચીવાડમાથી રૂપિયા 7,31,530 ની છેતરપીંડીના આરોપીને ઝડપી સિહોર પોલીસને હવાલે કર્યો હતો.