સિહોર રેલવેનું પ્લેટફોર્મ નાનુ હોવાથી બાંદ્રા ટ્રેનના રેલ ડબ્બાઓ છેક અમદાવાદના રેલવે ફાટક પાસે ઉભા રહી છે; મુસાફરોને તકલીફના પાર નથી; રેલવે પ્લેટફોર્મ વધારવા તેમજ ઓવરબ્રિજ બનાવવા મહિલા વકીલ ઇલાબેન જાનીની માંગ

બ્રિજેશ ગોસ્વામી
ભાવનગર થી મુંબઈ બાંદ્રા જતી ટ્રેનને સિહોર સ્ટોપ હોવાથી મુસાફરોનો વધુ ઘસારો રહે છે સિહોર રેલવે મથકનું પ્લેટફોર્મ નીચું અને નાનું હોવાથી બાંદ્રા ટ્રેનના અનેક ડબ્બા પ્લેટફોર્મ બહાર ઉભા રહે છે બે દિવસ પહેલા ભાવનગર થી બાંદ્રા તરફ જતી ટ્રેનમાં સિહોર રેલવે સ્ટેશન ખાતે એક વૃદ્ધ મહિલા મુસાફર પ્લેટફોર્મ બહાર રહેલા ટ્રેનના ડબ્બામાં ચડવા છતાં અચાનક પડી ગયા હતા જોકે વૃદ્ધ મહિલાનો આબાદ બચાવ થયો હતો વૃદ્ધ મહિલાના સગગા સબંધીઓએ ભારે જહેમત બાદ હેમખેમ વૃદ્ધ મહિલાને ટ્રેનમાં ચડાવ્યા હતા સિહોર રેલવેમાં મુસાફરોનો વધુ ધસારો રહે છે.

પ્લેટફોર્મ નીચુ અને નાનુ હોવાથી અનેક ડબા પ્લેટફોર્મ બહાર ઉભા રહે છે જેના કારણે પ્લેટફોર્મ પર મુસાફરોને ચડવા-ઉતરવામાં ખૂબ મુશકેલી થતી રહે છે સિહોરને રેલવે તંત્ર તરફથી કાયમ અન્યાય થતો રહે છે. ટ્રેનોના સ્ટોપેજ, ઓવરબ્રિજ, પ્લેટફોર્મ વધારવા સહિતના મુદ્દે હંમેશા અન્યાયની લાગણી લોકો અનુભવતા હોય છે બાંદ્રા ટ્રેનમાં ચડવા જતા મહિલા વૃદ્ધા પડી જવાની ઘટના બાદ સિહોરના મહિલા એડવોકેટ અગ્રણી વકીલ ઇલાબેન જાનીએ સમગ્ર મામલે રોષ વ્યક્ત કરી સિહોરમાં રેલવે પ્લેટફોર્મ વધારવા તેમજ ઓવરબ્રિજ બનાવવાની માંગ કરી છે.