ચિફઓફિસર મીડિયાને ગેરમાર્ગે દોરે છે ; ઓમ પાર્કમાં જીવાતો પાણી સપ્લાય મુદ્દે ચિફઓફિસરે દિવ્ય ભાસ્કરને કહ્યું તળાવનું પાણી આપવામા આવતું નથી ; મુકેશ જાનીએ દાવા સાથે કહ્યું કે આજે પણ તળાવમાંથી પાણી સપ્લાય આપવામાં આવે છે ; ચિફઓફિસર મિડીયાને ગેરમાર્ગે દોરી સિહોરની જનતા સાથે દ્રોહ કરી રહ્યા છે

હરેશ પવાર

સિહોરમાં પાણીનો મુદ્દો ચરમસીમાએ પોહચ્યો છે શહેરના પ્રત્યેક નાગરીકના મનમાં વૈધિક સવાલ છે કે અનિયમિત અને દુષિત પાણીનો મુદ્દે ક્યારે નિવાડો આવશે બીજી બાજુ શાસન કર્તા લોકો માત્ર મીડિયાની સામે દર વખતે ૨/૪ દિવસમાં લોકોને શુદ્ધ અને નિયમિત પાણી મળતું થઈ જશે તેવી વાતો કરતા આવ્યા છે પરંતુ આજના દિવસે પણ કમનસીબી એવી છે કે સિહોરની જનતા અનિયમિત અને દુષિત પાણી પીવા મજબુર છે બે દિવસ પહેલાં સિહોરના વોર્ડ નં ચાર ઓમ પાર્ક વિસ્તારમાં પાણી સપ્લાય સમયે પાણીમાં જીવાતો જીવજંતુઓ નીકળતા લોકો ફફડી ઉઠ્યા હતા મીડિયા સામે બળાપો કાઢી કોર્ટ કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી હતી લોકોની સમસ્યાની વાતની નોંધ પ્રસિદ્ધ દૈનિક દિવ્ય ભાસ્કર દ્વારા લેવાય હતી જેમાં સિહોર નગરપાલિકા ચિફઓફિસરનો રિવ્યુ લેવાયો હતો ત્યારે તેઓએ જણાવ્યું હતું કે સિહોર શહેરમાં તળાવનું પાણી સપ્લાય આપવામાં આવતું નથી.

મહીપરીએજનું ફિલ્ટર પાણીનું સપ્લાય આપવામાં આવે છે જે મામલે વિપક્ષના મૂકેશ જાની સણસણતો આરોપ લગાવી ને જણાવ્યું હતું કે સિહોર નગરપાલિકાના ચિફઓફિસર ભાજપના પઢાવેલા પોપટની ભાષા બોલે છે જાનીએ કહ્યું જે ચિફઓફિસર મિડીયાને ગેરમાર્ગે દોરે છે અને કહે છે કે નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પાણી મહીપરીયેજ ફિલ્ટર વાળુ સપ્લાય કરવામાં આવે છે તળાવનુ પાણી આપવામાં આવતું નથી જે તદન ખોટી વાત છે હાલમાં પણ તળાવનુ પાણી મહિપરીયેજ ની સાથે લેવામાં આવે છે પાણી સપ્લાયમાં પ્રજાના આરોગ્ય સાથે છડેચોક ચેડાં થાય છે વહિવટી તંત્રની અણ આવડત છતી ન થાય જેથી જવાબદાર અધિકારી ભાજપની ભાષા બોલી સિહોરની ૭૦ હજાર ની વસ્તી સાથે છેડા કરી રહ્યા છે રહ્યા હોવાનું આરોપ જાનીએ લગાવ્યો હતો.